Farmer Protest : ખેડૂતોએ કર્યું Bharat Bandhનું એલાન, Delhi Border પર ખેડૂતોનો જમાવડો! કલાકો સુધી ચાલેલી બેઠક નિષ્ફળ સાબિત થઈ....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-16 12:27:45

છેલ્લા અનેક દિવસોથી ખેડૂતો પોતાની માગ સાથે રસ્તા પર આંદોલન કરવા ઉતર્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. દિલ્હી ચલોનું આહ્વાહન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું જે બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. ખેડૂતોને રોકવા માટે બોર્ડરો સીલ કરવામાં આવી હતી. દિલ્હીમાં ખેડૂતો એન્ટર ના થઈ શકે તે માટે એવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે જેને જોઈ લાગે કે તે બોર્ડર ભારત પાકિસ્તાનની હોય! ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. ગઈકાલે ખેડૂત નેતા તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે બેઠક મળી હતી. પરંતુ આ વખતની બેઠક પણ અસફળ રહી. અનેક કલાકો સુધી ચાલેલી બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું અને આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. રવિવારે ફરી એક વખત ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વખતની બેઠક પણ નિષ્ફળ સાબિત થઈ!

દેશમાં છેલ્લા ઘણ સમયથી એક જ વાતની ચર્ચાઓ થઈ રહી છે તે છે ખેડૂત આંદોલન. પોતાની માગ સાથે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની માગ સાથે અડગ છે તો પોલીસ પણ તેમને દિલ્હીમાં એન્ટર ના થવા દેવા માટે સજ્જ દેખાઈ રહી છે! ઈન્ટરનેટ સેવા પર તો ક્યારનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ઉપરાંત ખેડૂત આગેવાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગઈકાલે પણ ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકારના મંત્રી વચ્ચે અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી પરંતુ તે બેઠકનું પરિણામ કંઈ ના આવ્યું. 


ખેડૂતોએ આપ્યું છે ભારત બંધનું એલાન

ખેડૂત આંદોલનનો આજે ચોથો દિવસ છે. આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. દિલ્હી સુધી ખેડૂતો ના પહોંચી શકે તે માટે પોલીસે બેરિકેટ મૂકી દીધા છે, મોટા મોટા ખિલ્લાઓ રસ્તા પર મૂકી દેવામાં આવ્યા છે. સિમેન્ટની દિવાલો ચણાતી હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતા. બોર્ડરો પર સુરક્ષા બળ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું તેવા સમાચાર પણ મળ્યા હતા. આ ઘમાસાણમાં અનેક સુરક્ષા કર્મી તેમજ ખેડૂતો ઘાયલ થયા હોય તેવી માહિતી સામે આવી છે. ત્યારે આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધમાં અનેક ટ્રક યુનિયન તેમજ ટ્રેડ યુનિયન જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. પંજાબથી લઈ હરિયાણા સુધી, યુપીથી લઈ દિલ્હી સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે પંજાબમાં ખેડૂતોએ રેલ રોકો આંદોલન પણ કર્યું હતું.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?