પાલ આંબલિયાની વિરોધી રંગોળી બની ચર્ચાનું કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2022-10-24 17:32:15



ખેડૂત આગેવાન પાલ આંબલિયા હંમેશા પોતાના ખેડૂતો માટેના મુદ્દાઓ સાથેના વિરોધના કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરીવાર દિપાવલીના પર્વ પર તેમણે રંગોળી બનાવી ગુજરાત સરકારનો વિરોધ કર્યો હતો. 


ખેડૂતોના મુદ્દાના ભારા લઈ ગાડું હાલ્યું

ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે પોતાના ઘરે રંગોળી બનાવી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ રંગોળીમાં તેમણે ખેડૂતોના 8 મુદ્દાઓને દેખાડ્યા છે. રંગોળીની અંદર ગાડાંમાં ખેડૂત પોતાના આઠ મુદ્દાઓ સાથે ગાંધીનગર જતો હોય તેવું દેખાડવામાં આવ્યું છે. 


પાલ આંબલિયાએ ખેડૂતો માટે  શું છે ખેડૂતો  આઠ મુદ્દા?

1) ચાલુ વર્ષે 120થી 291 ટકા સુધી પડેલા વરસાદ વાળા તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માગ 

2) પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા માગ

3) પાક વીમામાં થયેલા કૌભાંડોમાં તટસ્થ તપાસ કરી ખેડૂતોને પાક વિમો ચૂકવો

4) વર્ષ 2020-21 અને 2021-22માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબનું વળતર ચૂકવો

5) વર્ષ 2019-20નું 12 લાખ ખેડૂતોએ ભરેલ 430 લાખનું પાકવીમા પ્રિમિયમ પરત આપવા માગ

6) વર્ષ 2019નો 8 તાલુકાઓનો મંજૂર થયેલો 25% પાકવિમો તાત્કાલિક ચૂકવવા માગ 


પાલ આંબલિયાને રંગોળી દોરવાનો વિચાર કેમ આવ્યો?

છેલ્લા ઘણા સમયથી પાલ આંબલિયા ખેડૂતોની માગણીઓ માટે આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીને જેમ અનોખી રીતે પોતાની માગ બ્રિટિશ સરકાર સામે રાખવા દાંડી કૂચ કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર એકદમ અલગ હતો. ઠીક મને પણ મારી માગો માટે રંગોળી કરી સરકાર સામે રોષ વ્યક્ત કરવાનો અને પોતાની માગણી મૂકવાનો વિચાર આવ્યો હતો અને મેં રંગોળી બનાવી સરકાર સામે પોતાની માગણીઓ રાખી હતી. 


પાલ આંબલિયાનું માનવું હતું કે આનાથી સરકારની આંખ ખુલે અને ખેડૂતોના મહત્વના પ્રશ્નો મામલે સરકાર સકારાત્મ અભિગમ દાખવે જેથી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે. જો સરકાર ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે તો ખેડૂતોનો દિવાળી પછીનો સમય સારો રહેશે. આથી ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ પોતાના ઘરે રંગોળી બનાવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...