નવા સંસદમાં આજથી સાંસદો શિફ્ટ થવાના છે. નવા સંસદ ભવનના આજથી શ્રી ગણેશ થવાના છે. ગઈકાલે વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો હતો. જૂના સંસદ ભવનમાં તે કાર્યકાળનો અંતિમ દિવસ હતો. હવેથી જે કાર્યવાહી થશે તે નવા સંસદ ભવનમાં થશે. પીએમ મોદીએ ગઈકાલે જૂની સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને, એ કિસ્સાઓને યાદ કર્યા હતા. જૂની સંસદ ભવનને અલવિદા કહેતા પહેલા સાંસદોએ ફોટો સેશન પણ કરાવ્યો હતો. જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદો પોતાની વાતને રજૂ કરી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે.

