એક્ટર ફરદીન ખાન અને નતાશા માધવાણીના લગ્ન જીવનનો આવશે અંત, કપલે છૂટાછેડા લેવાનો કર્યો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-07-30 15:19:12

બોલિવૂડ સ્ટાર્સના છૂટાછેડાના સમાચાર સામાન્ય બની ગયા છે અને હવે આ લિસ્ટમાં એક્ટર ફરદીન ખાનનું નામ પણ ઉમેરાઈ ગયું છે. મિડીયા રિપોર્ટ્સનું મુજબ ફરદીન ખાન અને નતાશા માધવાણીના લગ્ન જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ચર્ચા એ છે કે આ દંપતી છૂટાછેડા તરફ આગળ વધી રહ્યું છે અને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ફરદીન ખાન અને નતાશાના લગ્ન વર્ષ 2005માં ધામધૂમથી થયા હતા. બંનેના આ ભવ્ય લગ્નમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. દંપતીને સંતાનોમાં એક પુત્રી અને એક પુત્ર છે.


એક વર્ષથી અલગ રહે છે કપલ


ફરદીન અને નતાશા વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે બંને એક વર્ષથી એકબીજાથી અલગ રહે છે. ફરદીન મુંબઈમાં રહે છે, જ્યારે નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે. હવે આ કપલે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. જો કે બંને વચ્ચે કયા કારણોથી અલગ રહે છે તે હજુ સુધી જાહેર  કર્યું નથી.  મીડિયા રિપોર્ટમાં કેટલું સત્ય છે તે અંગે ફરદીન અને નતાશાની પ્રતિક્રિયા સામે આવી નથી.                      


કોણ છે નતાશા?


 નતાશા માધવાણી 80ના દાયકાની જાણીતી અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. જેમણે રાજેશ ખન્નાથી લઈને ધર્મેન્દ્ર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. વર્ષ 1974માં મુમતાઝે મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા. બંનેને તાન્યા અને નતાશા નામની બે દીકરીઓ છે.  રિપોર્ટ અનુસાર જ્યારે ફરદીન સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.



રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?

Bengaluru Techie Suicide, 34 વર્ષના અતુલ સુભાષે દોઢ કલાકનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી, કારણ પત્નીએ ભરણપોષણના દાવા અને રૂપિયા માટે જિંદગી બરબાદ કરી નાખી

ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?