અમિતાભ બચ્ચનના જન્મદિવસે ચાહકોને મળશે ગિફ્ટ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:23:49

11 ઓક્ટોમ્બર એટલે અમિતાભ બચ્ચનનો બર્થડે આજે બચ્ચનનો 80મો જન્મદિવસ છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી તથા ચાહકો અલગ-અલગ રીતે બિગ બીનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ દિવસે 'ગુડબાય'ના મેકર્સે ચાહકોને ખાસ ગિફ્ટ આપી છે. 11 ઓક્ટોમ્બરના રોજ ફિલ્મણી ટિકિટ 80 રૂપીયામાં મળશે આ વાતની માહિતી ફિલ્મના મેકર્સ બાલાજી મોશન પિક્ચર્સે સો.મીડિયામાં આપી હતી. 


80 રૂપીયામાં ફિલ્મની માણો મજા !!!


અમિતાભ બચ્ચનના જન્મદિવસે બાલાજી મોશન પિકચર્સ એ આપી ગિફ્ટ કહ્યું કે  'આવતીકાલે બિગ બી 80 વર્ષના થશે. આ ખાસ પ્રસંગને ખાસ રીતે સેલિબ્રેટ કરવો જોઈએ. આથી જ તેમના 80 વર્ષના બર્થડે પર તેમના ફેન ફોલોઇંગ તથા લેગસીને જોતાં બિગ બીની નવી ફિલ્મ 'ગુડબાય' પરિવાર સાથે માત્ર 80 રૂપિયામાં જોઈ શકો છો. લિંક પર જઈને ટિકિટ બુક કરો.'


બચ્ચન ફિલ્મ ફેસ્ટિવલ !!!

બિગ બીના 80મા જન્મદિવસ પર ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને ચાર દિવસની ફિલ્મ ઇવેન્ટ યોજી છે. આ ઇવેન્ટ હેઠળ  8થી 11 ઓક્ટોબર સુધી અમિતાભ બચ્ચનની બેસ્ટ ફિલ્મ થિયેટરમાં બતાવવામાં આવી રહી છે.





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે