છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને કારણે સતત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત ચર્ચામાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા છે. થોડા સમય પહેલા પ્રખ્યાત કથાકાર મોરારી બાપુને લઈ તેમણે નિવેદન આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને તુલસી અને પ્રવર્તમાન તુલસી કહીને સંબોધિત કર્યા હતા. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મોરારી બાપુએ કહ્યું હતું કે મને બહુ પરિચય નથી.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યુગ તુલસી કહીને સંબોધ્યા હતા
રાજકોટમાં મોરારીબાપુએ બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા હતા કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો મારે પરિચય નથી. પોતાના નિવેદનને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રી સતત ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ કહી રહ્યા હતા કે ભારત માટે હિન્દુ રાષ્ટ્ર હોવું જરૂરી છે, તો તે ભારત અને પાકિસ્તાનના વિલીનીકરણથી લઈને તમામ મુદ્દાઓ પર મુક્તપણે બોલી રહ્યા છે. થોડા દિવસો પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકદરબારમાં રામકથાકાર મોરારી બાપુ વિશે કહ્યું હતું કે તેઓ યુગ તુલસી છે. પરંતુ જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મોરારી બાપુને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓળખતા નથી. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે મોરારી બાપુની કથામાં આવ્યા હતા.