રાજનીતિમાં અનેક વખત એવા નિવેદનો આપવામાં આવતા હોય છે રાજનેતાઓ દ્વારા જે ચર્ચાનો, વિવાદનો વિષય બનતા હોય છે અને એમાં જો સત્તાધારી પક્ષના દિગ્ગજ નેતા માટે કઈ કેહવામાં આવે તો પછી કહેવું જ શું...! તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા પીએમ મોદી અને લાલુ પ્રસાદ યાદવ વચ્ચે થયેલા નિવેદનોની વાત થઈ રહી છે. પીએમ મોદીને લઈ નિવેદન તેમણે આપ્યું હતું જેમાં તે પીએમ મોદીના પરિવારને લઈ પ્રશ્ન પૂછી રહ્યા હતા. તે બાદ લાલુ પ્રસાદ યાદવના નિવદેન બાદ ભાજપના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બાયોમાં લખ્યું મોદીનો પરિવાર. અને તે ઉપરાંત પીએમ મોદીએ પણ લાલુ પ્રસાદ યાદવના નિવેદન પર વળતો જવાબ આપ્યો છે..
લોકસભા ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું મોદી કા પરિવાર કેમ્પેઈન!
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. પ્રચારમાં જાતિ, ધર્મ, પરિવારવાદને લઈ પણ નિવેદનો આપવામાં આવી રહ્યા છે ત્યારે લાલુ પ્રસાદ યાદવે થોડા દિવસ પહેલા પીએમ મોદીના પરિવારને લઈ નિવેદન આપ્યું હતું. પીએમ મોદી પર પરિવારને લઈ અંગત હમલા પણ કર્યા હતા તે બાદ મોદી કા પરિવાર કેમ્પેઈન ભાજપે લોન્ચ કર્યું તેવું લાગ્યું. ભાજપના દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોદી કા પરિવાર બાયોમાં લખ્યું. જે.પી.નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓેએ સોશિયલ મીડિયા પર બાયો બદલ્યો હતો. લાલુ પ્રસાદ યાદવ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ઉત્તર વડાપ્રધાન મોદીએ આપ્યો છે.
140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા NDI ગઠબંધનના નેતાઓ ગભરાઈ રહ્યા છે. જ્યારે હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું ત્યારે આ લોકો હવે કહેવા લાગ્યા છે કે મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે, જેનું કોઈ નથી તે પણ મોદીના છે અને મોદી તેમના છે. મારુ ભારત મારો પરિવાર છે. દિલ્હીમાં તો આને લઈ પોસ્ટરો લાગ્યા છે. મોદી કા પરિવારને લઈ કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રતિક્રિયા આપી છે અને અખિલેશ યાદવે પણ આને લઈ કટાક્ષ કર્યો છે.
लगता है मेले में बिछड़ा परिवार मिल गया।
— Akhilesh Yadav (@yadavakhilesh) March 4, 2024