Panchmahalમાંથી નકલી વિજિલન્સની ટીમ ઝડપાઈ, કાર સાથે ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-13 15:23:45

ગુજરાતમાં નકલી પકડાવાની વણઝાર પ્રતિદિન વધી રહી છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી સીબીઆઈ પકડાય છે. કોઈ વખત નકલી ટોલનાકું પકડાય છે તો કોઈ વખત નકલી પીએમઓ અધિકારી પકડાય છે. આ બધા વચ્ચે નકલી વિજિલન્સ ટીમ પંચમહાલથી પકડાઈ છે તેવી માહિતી સામે આવી છે. વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર ટીમ પકડાઈ છે. બુટલેગરોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી અને તેમની પાસેથી પૈસા પડાવતા. ત્યારે આ ટીમને પોલીસે ઝડપી પાડી છે.


પંચમહાલથી ઝડપાઈ નકલી વિજિલન્સ ટીમ  

આપણા રાજ્યને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાય સ્ટેટ મતલબ જ્યાં દારૂબંધી હોય. પરંતુ ગુજરાતમાં કેવી દારૂબંધી છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પૂરતો સિમીત થઈ ગયો છે તે તો આપણે જાણીએ છીએ. એક તરફ બુટલેગરો બેફામ બન્યા છે તો બીજી તરફ રાજ્યમાં નકલીની હારમાળા જોવા મળી રહી છે. કોઈ વખત નકલી ધારાસભ્ય પકડાય છે તો કોઈ વખત આખે આખું નકલી ટોલનાકુ ઝડપાય છે. નકલી પકડાવાનો કાંડ તો અટકતો જ નથી. કારણ કે હવે નકલી વિજિલન્સની ટીમ પંચમહાલથી પકડાઈ છે.


નકલી ટીમે કર્યો હતો પૈસા પડાવવાનો પ્રયાસ 

જે નકલી વિજિલન્સની ટીમ પકડાઈ છે તે લોકોને કેસમાં ફસાવવાની ધમકી આપતા. આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારની છે. મોરવા હડફ તાલુકાના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઇ પટેલના ઘરે ચાર લોકો આવે છે, ધમકાવતા સ્વરમાં વિજિલન્સની નકલી ટીમ તેમને કહે છે કે તમે દારૂનો ધંધો કરો છો ? અમે ગાંધીનગર વિજીલન્સમાંથી આવીએ છીએ. તપાસ કરવાની છે તેમ જણાવી તેમના ઘર અને દુકાનમાં ઘૂસ્યા અને તેમણે તપાસ શરૂ કરી. આ વાત સાંભળતા જ મહિલાએ ટીમને જણાવ્યું કે દારૂ વેચાવાનું તેમણે બંધ કરી દીધું છે. 


1 લાખ રૂપિયાની કરાઈ માગણી 

ઘર તેમજ ઓફિસમાં તપાસ દરમિયાન તેમના હાથમાં કંઈ ન આવ્યું. જેને લઈ નકલી વિજિલન્સે પોતાની કારમાં દારૂ ભરેલો થેલો લઈ આવીને આ દારૂ તારા ઘરમાંથી મળ્યો છે તેમ કહ્યું..અમે દારૂનો ધંધો બંધ કરી દીધો છે તો પણ ટીમ એમ કહે છે કે દારૂનો કેસ કરવો પડશે અને કોઈપણ જગ્યાએ દારૂનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિને વોન્ટેડ જાહેર કરીશું. 1 લાખ રૂપિયાની વિજેલન્સની નકલી ટીમે માગણી કરી. મહિલા પોતાની સોનાની ચેન લઇ સાલીયા બજારમાં સોનીના ત્યાં ગઈ અને ચેનને ગીરવે મુકીને. 40,000 રૂપિયા લઈને આવીને નકલી વિજિલન્સને આપ્યા હતા. તે દરમ્યાન મહિલાનો જેઠ રાજુ રામસિંહભાઈ પટેલે આવીને નકલી વિજિલન્સ પાસે ઓળખ કાર્ડની માંગણી કરી હતી. ઓળખ કાર્ડની માગણી કરાતા ચારેય એકદમ રોષે ભરાયા અને કહ્યું હતું કે તું અમારું ઓળખકાર્ડ માંગનાર કોણ ? 


પોલીસે ચાર લોકો વિરૂદ્ધ નોંધી ફરિયાદ 

આ બાદ વિવાદ છેડાયો. આ અંગે અસલી પોલીસને જાણ કરવામાં આવી. ચારેય જણને સાલીયા આઉટ પોસ્ટ ખાતે લઇ ગયા હતા. જ્યાં ચારે નકલી વિજીલન્સ સ્ટાફ હોવાનો પર્દાફાશ થતા પોલીસે અરવિંદાબેનની ફરિયાદના આધારે 4 સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે એક કાર, 6 મોબાઈલ અને રૂ.50 હજાર રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા ઈસમો ખેડા, ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. 


હવે શું નવું નકલી પકડાય છે તે એક પ્રશ્ન

પહેલા નકલીની વાત ખાદ્ય પદાર્થ પૂરતી સિમીત હોતી હતી. પરંતુ હવે તો નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી ટોલનાકું પકડાય છે તે જોતા હવે લાગે છે કે હવે નકલીમાં શું નવું પકડાય છે તે જોવું રહ્યું.            



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?