નડિયાદમાં પોલીસે ઝડપી નકલી હળદર બનાવતી ફેક્ટરી, ચોખાની કણકી-કેમિકલ મિક્સ કરી બનાવાતી હતી ડુપ્લિકેટ હળદર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-11 17:08:38

આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ઓરિજિનલ વસ્તુઓ મળવી અસંભવ થઈ ગઈ હોય તેવું લાગે છે. ભેળસેળ વગરની ચીજવસ્તુઓ આપણને નથી મળતી. તેલ, ઘી, ખાંડ, મસાલા, અનાજ જેવી વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. ભેળસેળયુક્ત વસ્તુઓ અવાર-નવાર પકડાતી રહે છે. ત્યારે નડિયાદથી એક એવી ફેક્ટરી મળી આવી છે જ્યાં મોટાપાયે નકલી હળદર બનાવવામાં આવતી હતી. નકલી હળદર બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે જ્યારે ફેક્ટરીમાં દરોડા પાડ્યા ત્યારે ફેક્ટરીમાં હળદરની જગ્યાએ કણકી ઉપરાંત જુદા-જુદા કેમિકલ મળી આવ્યા હતા. 

nadiad fake Turmaric

તપાસ દરમિયાન ઝડપાઈ નકલી હળદર બનાવતી ફેક્ટરી!  

હળદરને આરોગ્ય માટે ઘણું સારૂ માનવામાં આવે છે. હળદરનું સેવન કરવું શરીર માટે લાભદાયી માનવામાં આવે છે. પરંતુ જો હળદર જ નકલી હોય તો? નડિયાદથી બે ફેક્ટરી મળી આવી હતી જ્યાં નકલી હળદર બનાવવામાં આવતી હતી. નડિયાદમાં એક ડુપ્લિકેટ હળદર બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસને બાતમી મળી હતી. કે નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવા માટે કેમિકલનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જે બાદ પોલીસે ફેક્ટરીમાં રેડ કરી હતી. પરંતુ જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો પોલીસ દંગ રહી ગઈ. ફેક્ટરીમાં હળદર બનાવવામાં આવતી હતી. પરંતુ હળદર બનાવતી વખતે હળદરની બદલીમાં ચોખાની કણકી, સિલિકોન પાવડર, સાઈટ્રિક એસિડ સહિત જુદા-જુદા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  


લેબોરેટરીમાં મોકલાયા તપાસ માટે સેમ્પલો   

આ મામલે પોલીસે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે નકલી હળદર બનાવવા માટે ચોખાની કણકીમાં કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું, અને જે બાદ મશીનમાં તેને દળતા હતા અને આ રીતે નકલી હળદરનું ઉત્પાદન કરવામાં આવતું હતું. હળદરના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ફેક્ટરીમાંથી વિવિધ સેમ્પલો લેવાયા છે. અને સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં પણ મોકલી દેવામાં આવ્યા છે.   


ક્યાં ક્યાં આ હળદર સપ્લાય થઈ તે અંગે કરાઈ તપાસ

આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ડીવાયએસપી, નડિયાદ ટાઉન પોલીસ અને ડિ સ્ટાફ દ્વારા આખી ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં આ ડુબ્લીકેટ હળદર બનાવવામાં આવી છે, સાથે જ ક્યાં ક્યાં આ હળદર સપ્લાય કરવામાં આવી છે તે અંગે તપાસ ચાલી રહી છે. 


ખાવાની વસ્તુઓમાં ભેળસેળ થતાં શરીર સાથે થાય છે ચેડા 

ત્યારે  હવે શું ખાવું એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જેને આપણે  શરીર માટે સારું સમજીએ છીએ એ બધી વસ્તુ હવે નકલી થઈ ગઈ છે. દૂધ નકલી મળતું થઈ ગયું છે, મસાલા નકલી મળતા થઈ ગયા છે, હવે તો હળદર પણ નકલી મળતી થઈ ગઈ છે. હળદર માટે કહેવાય છે કે હળદર ખાવાથી અનેક રોગો મટી જાય છે પરંતુ નકલી હળદર શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્યારે હવે આશા રાખીએ છીએ કે ખાવા પીવાની વસ્તુ અને જે આરોગ્ય સાથે જોડાયેલી વસ્તુઓ છે એની સાથે, તેની ગુણવત્તા સાથે ચેડાં કરવામાં ન આવે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?