Gujaratમાં નકલી શાળાનો થયો પર્દાફાશ! અમદાવાદ પાલડી કાંકજ ગામમાં મંજૂરી ન હોવા છતાં ભણાવાય છે ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-31 16:49:33

ગુજરાતનું શિક્ષણ કઈ હદે ખરાબ છે તે આપણે જાણીએ છીએ. શિક્ષણ વ્યવસ્થા પ્રતિદિન ખાડામાં જઈ રહી છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ત્યારે વધુ એક સરકારી શાળા ચર્ચામાં આવી છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકા પાલડી કાંકજ ગામમાં ચાલતી ખાનગી સ્કૂલમાં ધોરણ એક થી પાંચના અભ્યાસક્રમની પરવાનગી મળી ન હોવા છંતાય, વિદ્યાર્થીઓના એડમીશન ગેરકાયદેસર રીતે કરાવામાં આવતા હતા. સરકારી શાળામાં હાજરી પૂરવામાં આવતી હતી અને અભ્યાસ ખાનગી શાળામાં કરાવામાં આવતો હતો. 


અમદાવાદમાં નકલી સ્કૂલનો થયો પર્દાફાશ!       

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નકલી શબ્દ ઘણો સંભળાઈ રહ્યો છે. નકલી ઘી, નકલી ઈનો, નકલી ઉમેદવારો તો આપણે જોયા, પરંતુ થોડા દિવસો પહેલા નકલી ઓફિસ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. નકલી સરકારી ઓફિસ બનાવી કરોડોની ગોલમાલ કરવામાં આવી ત્યારે અમદાવાદથી એક નકલી સ્કૂલનો પર્દાફાશ થયો છે. અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના પાલડી કાંકજથી સામે આવી છે. કાંકજની સરકારી સ્કુલના ધોરણ 1થી 5ના 70 વિદ્યાર્થીનો ગામથી 100 મીટરના અંતરે આવેલી ખાનગી સ્કૂલમાં ગેરકાયદેસર પ્રવેશ આપવામાં આવતો. પરંતુ અભ્યાસ બીજી શાળામાં કરવામાં આવતો હતો. સતત ચાર વર્ષ સુધી એક તરફ આ બાળકોનું નામ સરકારી સ્કૂલના ચોપડે સત્તાવાર રીતે નોંધાયું છે. બાળકો પાસેથી 11 હજારના હિસાબે ફી પણ ઉઘરાવવામાં આવતી હતી.       


પોલીસ સ્ટેશનમાં આ મામલે કરાઈ ફરિયાદ

આ મામલે અસલાલી પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગેરકાયદેસર પ્રવેશ આપવાના મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે અને મળતી માહિતી અનુસાર પોલીસે સંદીપ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે એવું જાણવા મળ્યું છે કે ગામમાં આવેલી શારદા શિક્ષણ તીર્થ પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ધોરણ ૬, ૭ અને ૮ની ખાનગી બિનઅનુદાતીત પ્રાથમિક શાળા અને ધોરણ ૯ થી ૧૨ સુધી સરકારની ગ્રાન્ટેડ હાઇસ્કૂલની મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી. તેમ છંતાય, આ સ્કૂલમાં ધોરણ એક થી પાંચમાં બાળકોને ગેરકાયદેસર રીતે અભ્યાસ કરાવવામાં આવતો હતો.  


આ મામલે પોલીસે કરી કાર્યવાહી

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. એવી શંકા પણ સેવાઈ રહી છે કે આ ઘટનામાં સરકારી શાળાના આચાર્ય જીગ્નેશ સથવારા તેમજ ખાનગી સ્કૂલના સંચાલકની મિલીભગત હોઈ શકે છે. બંનેએ ભેગા થઈને વાલીઓને ગેરમાર્ગે દોર્યા છે. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસ કરાવતા આચાર્ય ની ભૂલ સામે આવી હતી જેથી તેની બદલી અન્ય શાળામાં કરી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ પોલીસ કરી રહી છે...    


શાળાની માન્યતા કરાઈ રદ્દ!

આ સમગ્ર મામલો સામે આવતા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવી છે. તે ઉપરાંત શાળાને એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ સિવાય પણ શાળા વિરૂદ્ધ પગલા લેવા માટે વિચારણા ચાલી રહી છે. ધોરણ 9થી 12માં ગ્રાન્ટેડ વર્ગોને સરકાર હસ્તક લેવામાં આવે તેવી ભલામણ સરકારને કરવામાં આવી છે.  


વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...