ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે.. નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી ઘી, નકલી પીએમઓ અધિકારી ઝડપાયા છે ત્યારે હવે રાજકોટથી નકલી સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે તેવી માહિતી સામે આવી છે.. કોઈ પણ માન્યતા વગર આ શાળા ચાલતી હોય તેવી માહિતી સામે આવી છે. દુકાનમાં નકલી શાળા ચાલતી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
નકલી શાળા પકડાઈ હોવનાની માહિતી
રાજકોટથી નકલી શાળા મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. નકલી ટોલનાકુ, નકલી કચેરી પકડાવાની વાત તો આપણને મળી છે પરંતુ હવે તો નકલી શાળા ચાલતી હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ માલસિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ છે. કોઈ પણ પરમિશન વગર આ શાળા ચાલતી હતી તેવી માહિતી સામે આવી છે. ગૌરી પ્રિ પ્રામાઈમરી સ્કૂલના નામે નકલી શાળા ચાલતી હતી.
યુવરાજસિંહે કરી આ પોસ્ટ શેર..
માહિતી અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શાળાના સંચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા અરવલ્લીમાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ હતી. તે સિવાય નકલી અધિકારી, નકલી ટોલનાડું પકડાવાની વાત સામે આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આ પણ ટ્વિટ કરવામાં આવી છે. તેમણે લખ્યું કે લો બોલો.. રાજકોટના માલિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ.. ત્યારે હવે આ મામલે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..