મોડી મોડી પણ સરકાર જાગી, નકલી PSI મયુર તડવી કાંડમાં 2 PSI અને 4 ADI સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-05 14:27:21

નકલી PSI મયુર તડવી મામલે સરકાર હવે મોડી-મોડી પણ એક્શનમાં આવી છે. આ મામલે રાજ્ય સરકારે 6 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં 2 PSI અને 4 ADI (આસિસ્ટન્ટ ડ્રીલ ઈન્સ્ટ્રક્ટર)નો સમાવેશ થાય છે. નકલી PSI કેસમાં હજુ પણ ઉચ્ચ અધિકારી સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. મયુર તડવીની પૂછપરછ દરમિયાન ચૌકાવનારા તથ્યો સામે આવ્યાં છે. મયુર તડવીના રિમાન્ડ દરમિયાન હજુ પણ સ્ફોટક  તથ્યો સામે આ શકે છે. મયુર તડવીની મદદગારી કરનાર બે બેદરકાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.


મયુર તડવીને 8 દિવસના રિમાન્ડ 


નકલી PSI કાંડ મામલે પોલીસે ગાંધીનગર નજીક કરાઇ પોલીસ એકેડમીમાંથી ગત 1લી માર્ચે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને ગાંધીનગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. તેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


ડોક્યુમેન્ટ સાથે છેડછાડનો આરોપ


ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં નકલી PSI મયુર તડવીની સામે ગુનો નોંધાયો હતો. આરોપી સામે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા મામલે ગુનો દાખલ થયેલો છે. જે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આરોપી મયુર તડવીની ગત મંગળવારે જ અટકાયત કરાઈ હતી. 


દોષિતો સામે કાર્યવાહીથી ફફડાટ


નકલી PSI કેસમાં ઉચ્ચ અધિકારી સામે પણ તપાસ થઇ શકે છે. તેમના ટ્રેનિંગથી માંડીને તમામ કાર્યવાહી પર ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. નકલી PSI ટ્રેનિંગ સુધી એક પહોંચ્યો અને ક્યાં અધિકારીએ તેને મદદ કરી હતી આ મુદે તપાસ થઇ રહી છે. હાલ તેમના તમામ ડોક્યુમેન્ટનું બાયોમેટ્રીક ચેકિંગ થઇ રહ્યું છે. આ કાંડ બહાર આવતા અન્ય PSIની ટ્રેનિંગ લેતા ટ્રેની PSIના ડોક્યુમેન્ટની પણ તપાસ થઇ રહી છે. મયુર તડવી ધરપકડ બાદ હાલ રિમાન્ડ પર છે. તપાસનો રેલો લંબાતા સરકાર આ મામલે હજુ વધુ કાર્યવાહી કરશે તેવી આશંકા છે. આ કારણે પોલીસ વિભાગમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...