એક સમય હતો જ્યારે બનાવટી વસ્તુઓ મળતી હતી. પરંતુ હવે તો નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારી બની લોકોને છેતરી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા લાગે છે કે આવનાર સમયમાં તમામ હદો પાર થઈ જશે! નકલીની વાતો એટલા માટે કરવી છે કે કારણ કે જૂનાગઢમાં નકલી પીએ ઝડપાયો છે. પહેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો નકલી પીએ ઝડપાયો હતો ત્યારે હવે મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ જૂનાગઢથી પકડાયો છે. દરેક જગ્યાએ આની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ વાતને લઈ ગુજરાત આપે ટ્વિટ કર્યું છે. ગુજરાત આપે ટ્વિટ કર્યું છે કે હવે તો સવાલ થાય કે, સરકાર અને મુખ્યમંત્રી તો અસલી છે ને?
મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ ઝડપાયો!
ગુજરાતમાં નકલીનું ચલણ વધ્યું છે. પહેલા નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડાતો હતો તો હેડલાઈન્સ બનતી હતી પરંતુ હવે સમય બદલાયો છે. નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો તો મળી આવે છે પરંતુ રાજ્યમાં નકલી અધિકારી બની રોફ જમાવાનું ચલણ વધ્યું હોય તેવું લાગે છે. નકલી ટોલનાકા અંગેની ચર્ચાઓ થતી બંધ નથી થઈ ત્યારે તો હવે નકલી પીએ ઝડપાયો છે અને એ પણ મંત્રીનો! પહેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો નકલી પીએ ઝડપાયો હતો ત્યારે હવે મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ જૂનાગઢથી પકડાયો છે.
નકલીથી સાવધાન!
અવારનવાર નકલી અધિકારીઓ, નકલી પીએ, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરી ઝડપાઈ રહી છે. ત્યારે આ વાતને લઈ ગુજરાત આપે કટાક્ષ કર્યો છે. ટ્વિટ કરી લખ્યું કે હવે તો સવાલ થાય કે, સરકાર અને મુખ્યમંત્રી તો અસલી છે ને? ગુજરાતમાં નકલીની બોલબાલા છે તેવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કારણ કે અનેક વખત આવા નકલી લોકો, કચેરીઓ ઝડપાઈ રહી છે. ત્યારે કહેવાનું મન થાય કે નકલીથી સાવધાન રહેજો!