નકલી નોટો પકડાઈ એવા સમાચારો તો આપણે ઘણા સમયથી સાંભળીયે જ છીએ પણ આ નકલીની સીઝન વચ્ચે નકલી નોટો પકડાય એ લોકો માટે ઇન્ટ્રેસ્ટિન્ગ હોય તેવું લાગે છે ઓરિજનલ ચલણી નોટ જેવી આબેહૂબ દેખાતી નકલી ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ નવસારી પોલીસે કર્યો છે.
નકલી નોટો છાપવાનો ચાલી રહ્યો હતો કારોબાર
હાલમાં નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસાદાર થવાનો કિમીયો અજમાવવા જતા યુવાનો મોટાભાગે પોલીસના હાથે ઝડપાય છે. નવસારીમાં ભૂતકાળમાં પણ કેટલાક કેસ નોંધાયા છે ત્યારે ફરી વાર ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલણી નોટ વટાવે તે પહેલા જ નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક આરોપીને ઝડપી પાડયો છે. કોમ્પ્યુટર ડિઝાઇનમાં માસ્ટર માઇન્ડ ગણાતા ઈસમો લાલચમાં આવીને ચલણી નોટોની ડિઝાઇન બનાવીને પ્રિન્ટ કાઢી આ નોટો બજારમાં ફેરવવાના ફિરાગમાં હોય છે.
100 તેમજ 200ની નોટો મળી આવી
ચીખલી તાલુકાના તળાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતો તેજસ સુરેશભાઈ ચૌહાણ પોતાના મકાનમાં કલર પ્રિન્ટર વડે બનાવેલા જુદાજુદા દરની બનાવટી ચલણી નોટ સાથે સ્કેનર મળી આવ્યું હતું. નોટ સ્કેન કરી તેને અસલ દેખાય તે રીતે આકાર આપતો હતો. જેની પાસેથી 100 રૂપિયાની નોટો અને 200 રૂપિયાની નોટો પણ મળી છે.
ટૂંકા માર્ગ અપનાવી પૈસા કમાવાની છે લાલચ
રાતોરાત ઘરની તિજોરી છલકાઈ જાય એવા અરમાનો હાલ યુવાપેઢીમાં વ્યાપક જોવા મળી રહ્યા છે ત્યારે રૂપિયા કમાવવાનો ટૂંકો માર્ગ પણ સેહલાઈથી અપનાવી ને લાલચમાં ને લાલચમાં એવું કરી બેસે છે જેના કારણે જિંદગીભર પસ્તાવું પડે અને જયારે ભૂલનો એહસાસ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે...