કોઈ વખત નકલી ઘી ઝડપાય છે તો કોઈ વખત નકલી ઈનોનો જથ્થો ઝડપાય છે. નકલી તેલ, નકલી મસાલા સહિતની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે તેવી માહિતી અનેક વખત સામે આવતી હોય છે. નકલીની માયાજાળ ફેલાઈ ગઈ છે. ત્યારે નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેવો ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યો! નકલી બિયારણને કારણે આપણા આરોગ્ય પર કેટલી ગંભીર અસર પડે તે આપણે વિચારી શકીએ છીએ. ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રીને આ અંગે પત્ર લખ્યો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ખેડૂતોને નકલી બિયારણો આપવામાં આવી રહ્યા છે. રાઘવજી પટેલને નકલી બિયારણ મુદ્દે પત્ર લખ્યો છે. નકલી બિયારણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમણે પત્ર લખ્યો છે.
નકલી બિયારણ અંગે ભાજપના સાંસદે લખ્યો કૃષિમંત્રીને પત્ર
ખેડૂતોની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતોની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. મુખ્યત્વે દરેક વખતે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. લાઈનમાં ઉભા રહેવું જાણે તેમનું નસીબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. તો બિયારણ માટે પણ મોટી રકમ ચૂકવવી પડે છે. બિયારણ માટે પણ વધારે પૈસા ચૂકવવા પડે છે અને તેમાં પણ અનેક વખત ખેડૂતોને નકલી બિયારણ મળતું હોય છે. નકલી બિયારણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. નકલી બિયારણને કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. ત્યારે આ નકલી બિયારણ વેચતા માફિયાઓ વિરૂદ્ધ જલ્દી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. ભેળસેળ કરનાર લોકોને જેલ ભેગા કરવામાં આવે તેવી માગ ભાજપના સાંસદે કરી છે.
ત્યારે આ અંગે શું કાર્યવાહી થાય છે તેની પર સૌ કોઈની નજર!
છેલ્લા ઘણા સમયથી નકલી વસ્તુઓનો જથ્થો ઝડપાય છે. નકલી હળદર, નકલી ઈનો, નકલી ઘી, નકલી મુખવાસ જેવી વસ્તુઓ પકડાઈ રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ભેળસેળ યુક્ત ખાવાનું મળતા લોકો ગંભીર બિમારીનો શિકાર બની રહ્યા છે. નકલીમાં સારી કમાણી છે તેવું માની નફાખોરી કરનાર લોકો બીજાના આરોગ્યનું પણ નથી વિચારતા. જિંદગી સાથે રમત કરતા પણ ખચકાતા નથી. લોકોના ભોજન સાથે મજાક થઈ રહી છે. ત્યારે આ મામલે કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું..! 99 ટકા કેસમાં તો કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે આ કેસમાં શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું કારણ કે ભાજપના જ સાંસદે કાર્યવાહી કરવાની માગ કરી છે...