Gujaratમાં નકલીની બોલબાલા! નકલી ડિગ્રી પર નોકરી કરતાં 11 હેલ્થ વર્કર ઝડપાયા, Gujarat AAPએ આ રીતે કર્યો કટાક્ષ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-09 11:52:48

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નકલી શબ્દ બહુ સાંભળવા મળે છે. કોઈ વખત નકલી ઘી પકડાય છે તો કોઈ વખત નકલી પીએમઓ, સીએમઓ અધિકારી પકડાય છે. નકલી ડિગ્રી બનાવી લોકો પાસેથી પૈસા પડાવી ઠગો અનેક પકડાયા છે. નકલી ટોલનાકુ પણ થોડા સમય પહેલા મળી આવ્યું હતું. ગઈકાલે ગૃહરાજ્ય મંત્રીનો નકલી પીએ ઝડપાયો હતો. પરંતુ બનાવટી ડિગ્રી લઈ 10 વર્ષથી નોકરી કરતા હેલ્થ વર્કરોનો પર્દાફાશ થયો છે. 10 જેટલા હેલ્થ વર્કરની નકલી ડિગ્રી હોવાનું સામે આવ્યું છે. નકલી ડિગ્રી લઈ નોકરી મેળવવાનો કિસ્સો સામે આવતા ગુજરાત આપે સરકાર પર પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ભાજપના રાજમાં નકલીની બોલબાલા છે. 

ગઈકાલે મળી આવ્યો ગૃહરાજ્ય મંત્રીનો નકલી પીએ!

ગુજરાતમાં નકલીનું ચલણ વધી ગયું છે. કોઈ વખત નકલી ટોલનાકુ પકડાય છે તો કોઈ વખત મંત્રીના નકલી પીએ પકડાય છે. આવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નકલી ડિગ્રી અંગે તો અનેક વખત વાત કરી ત્યારે હવે નકલી ડિગ્રી લઈ નોકરી મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિ.પં.ના આરોગ્ય શાખામાં નકલી ડિગ્રી કાંડ સામે આવ્યો છે. મહેસાણામાં નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અહીં છેલ્લા 10 વર્ષથી 11 હેલ્થ વર્કર ખોટી ડિગ્રી પર નોકરી કરતાં હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાત આપે નકલી હેલ્થ વર્કર મામલે કર્યો કટાક્ષ! 

માર્ચ 2023માં શરૂ કરવામાં આવેલ તપાસમાં આ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ લોકોએ અન્ય રાજ્યોની યુનિવર્સિટીના નામથી નકલી ડિગ્રી મેળવી નોકરી મેળવી હતી. આ તરફ જિલ્લા વિકાસ અધિકારીએ તમામને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. આ સાથે હવે આ તમામ 11 હેલ્થ વર્કરને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે. ગુજરાતમાં નકલીની બોલબાલા છે તેવો કટાક્ષ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે નકલી ટોલનાકાની સફળતા બાદ ગુજરાતની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી આપવાનું  કૌભાંડ.


 


ક્યાંક આપણે શ્વાસ તો નકલી નથી લઈ રહ્યાને!

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. નકલી ટોલનાકુ કરી પૈસા પણ પડાવી રહ્યા છે, નકલી ડિગ્રી લઈ નોકરી પણ મેળવવામાં આવે છે, નોકરીને 10 વર્ષ પણ થઈ જાય છે પરંતુ ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી! ત્યારે સવાલ થાય કે ક્યાં સુધી આવા નકલી અધિકારીઓ, નકલી ડિગ્રી સહિતના કૌભાંડો થતા રહેશે! એ હદે નકલીની બોલબાલા વધી છે કે ડર લાગે છે કે ક્યાંક શ્વાસ તો નકલી નથી લઈ રહ્યા ને..!    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...