Gujaratમાં વધ્યું નકલીનું ચલણ! Junagadhથી ઝડપાયો નકલી ડિવાયએસપી, કરોડોની કરી છેતરપિંડી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-12 15:51:04

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી નકલીની બોલબાલા વધી ગઈ છે. નકલી અધિકારીઓ અવાર-નવાર પકડાઈ રહ્યા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત ધારાસભ્યનો નકલી પીએ પકડાય છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નકલી પીએ બનીને ફરતો વ્યક્તિ પણ સામે આવ્યો. આ બધા વચ્ચે જૂનાગઢમાંથી નકલી ડીવાયએસપી ઝડપાયો છે. ડીવાયએસપી બની 2.11 કરોડની છેતરપીંડી આચરી છે. એવી પણ માહિતી સામે આવી છે કે વડોદરાથી નકલી સીબીઆઈ ઓફિસર બની ફરતો વ્યક્તિ પણ ઝડપાયો છે. જે નકલી ડીવાયએસપી તરીકે ઝડપાયો છે તેનું નામ છે વિનીત દવે છે. નકલી આઈડી કાર્ડ બનાવી રોફ જમાવતો હતો તેવી માહિતી સામે આવી છે.  

કોઈ વખત નકલી સરકારી ઓફિસ તો કોઈ વખત નકલી ટોલનાકું!

અમુક સમાચારો એવા હોય જે સમય જતા સામાન્ય લાગવા લાગે છે. થોડા સમય સુધી તેની ચર્ચા થાય પરંતુ તે બાદ તેની ચર્ચા નથી થતી કારણ કે ન્યુઝ સામાન્ય લાગવા લાગે છે! તેવા જ એક સમાચાર છે ગુજરાતમાંથી નકલી અધિકારી ઝડપાવું. નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે અવાર-નવાર આવા સમાચારો સામે આવી રહ્યા છે. પહેલા નકલી ખાદ્યપદાર્થો પકડાતા હતા પરંતુ હવે તો નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યા છે! કોઈ વખત તો આખેઆખું નકલી સરકારી ઓફિસ ઝડપાય છે તો કોઈ વખત નકલી ટોલનાકું ઝડપાય છે. 


જૂનાગઢથી ઝડપાયો નકલી ડિવાયએસપી 

નકલી અધિકારીઓ અંગે ચર્ચા જ્યારથી કિરણ પટેલ પકડાયો ત્યારથી થવા લાગી હતી. કિરણ પટેલ જ્યારે ઝડપાયો ત્યારે આ અંગે ચર્ચા થઈ. પરંતુ તે બાદ તો નકલી અધિકારીઓ પ્રતિદિન ઝડપાઈ રહ્યા હોય તેવું લાગે છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી તો કોઈ વખત નકલી ધારાસભ્યનો નકલી પીએ ઝડપાય છે. ત્યારે આજે ફરી એક નકલી અધિકારી ઝડપાયો છે. જૂનાગઢથી નકલી ડિવાયએસપી ઝડપાયો છે. મહત્વનું છે પ્રજા માટે આ વાત સામાન્ય બની ગઈ હોય પરંતુ પ્રતિદિન સામે આવતી આવી ઘટનાઓ એ વિચારવા પર મજબૂર કરે છે કે સિસ્ટમને, લોકોને છેતરવા સાચે આટલા સરળ છે?     

Fake DySP: ફેમિલી કોર્ટનો ડ્રાઇવર નકલી ડીવાયએસપી બનીને લોકોને લગાવ્યો  કરોડોનો ચૂનો, જાણો સમગ્ર મામલો,  the-family-court-driver-cheated-people-by-becoming-a-fake-dysp-fake-dysp ...



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?