રાજય સરકારની મનમાની સામે 17 હજાર રેશનિંગ દુકાનદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું, ગરીબ રેશનકાર્ડ ધારકોની હાલત કફોડી


  • Published By :
  • Published Date : 2023-09-01 15:18:24

રાજયભરનાં 17 હજાર જેટલા રેશનીંગનાં દુકાનદારો આજથી બે મુદ્દતી હડતાલ પર ઉતરી ગયા છે. અનાજમાં ઘટ, કમિશન સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં આખરે વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. શ્રાવણના તહેવારોમાં જ વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે મોરચો માંડતા સામાન્ય લોકોની હાલાકી વધી ગઈ છે. સસ્તા અનાજના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાળના કારણે 22 લાખ જેટલા ગરીબ લાભાર્થીઓના તહેવાર બગડે તેવી પુરી શક્યતા છે. વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળથી શ્રાવણના તહેવારોમાં ગરીબ રાશનકાર્ડ ધારકોને અનાજ, તેલ, ખાંડ સહિતની વસ્તુઓ મળશે કે કેમ તેના પર સવાલ ઉઠ્યો છે. રાજ્ય સરકારના પુરવઠા વિભાગ અને વ્યાજબી ભાવના દુકાનદારો વચ્ચેની મડાગાંઠમાં ગરીબ રેશનકાર્ડ ધારકોની કફોડી દશા થઇ છે.


રેશનીંગનાં દુકાનદારો શા માટે હડતાળ પર ઉતર્યા?


હડતાળ પર ઉતરેલા વ્યાજબી ભાવના દુકાનદારોનું આ અંગે એવું કહેવું છે કે અસહ્ય મોંઘવારીમાં ઓછા કમિશનના કારણે તેમને પોસાતું નથી. ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં દુકાનદારોને વધુ કમિશન ચૂકવવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ આ રીતે વ્યાજબીભાવના દુકાનદારોએ હડતાળ પાડી હતી પરંતુ ત્યારે સરકારે કમિશન વધારવાની ખાતરી આપી હતી, જેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી.આ સાથે જ તેમનું એમ પણ કહેવું છે કે 50 કિલો અનાજની બોરી દીઠ ત્રણ-પાંચ કિલોની ઘટ આવતી હોય છે, જે દુકાનદારોને જરાય પોસાતું નથી. પુરવઠા વિભાગ અનાજની ઘટના બદલે વળતર આપવા ઈચ્છા ધરાવતા નથી. વ્યાજબી ભાવના દુકાનદારોનો આ સાથે એવો પણ આરોપ છે કે ઓનલાઈન સિસ્ટમ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે પરંતુ છતાં સર્વર વારંવાર ખોટકાય છે જેના કારણે દુકાનદારોની સાથે સાથે કાર્ડધારકોને પણ મુશ્કેલી પડી રહી છે. તે ઉપરાંત વ્યાજબી ભાવના દુકાનદારને પોતાની દુકાનમાં કામ કરતાં તોલાટ અને કોમ્પ્યુટર ઓપરેટરને પગાર ઉપરાંત દુકાન ભાડુ, લાઈટ બીલ જેવા અનેક ખર્ચાઓ થતાં હોય છે.


કમિટીની દરખાસ્ત છતાં સરકારની મનમાની 


આ અંગે વ્યાજબી ભાવના દુકાનદારો એસોસિએશનના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું છે કે, સરકાર દ્વારા ઓગસ્ટ 22 માં મિનિમમ 20,000 કમિશન તથા એક ટકો વિતરણ ઘટ આપવા માટે લેખિતમાં સંમતિ આપવામાં આવેલ હતી અને સરકાર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા પણ આ અંગે દરખાસ્ત કરી દેવામાં આવેલ છે છતાં અધિકારીઓની મનમાનીથી આજદિન સુધી દુકાનદારોના આ પડતર પ્રશ્નોને નિકાલ કરવામાં આવ્યો નથી જેની સામે આખરે ના છૂટકે સરકાર સામે અસહકાર આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે શનીંગનાં દુકાનદારોની હડતાળ મામલે ગુજરાત સરકારના પુરવઠા વિભાગના અધિકારીઓએ  દુકાનદારોના  લાયસન્સ રદ કરવાની ચેતવણી પણ આપી છે જો કે તેની કોઈ અસર દુકાનદારો પર થઈ નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.