ઉદયપુર-અમદાવાદના રેલવે ટ્રેક પર રાત્રે દસ વાગ્યા નજીક ધમાકો થયો હતો અને નજીકના ગામના લોકો જાગી ગયા હતા. આ બ્લાસ્ટ ઉદયપુરથી 35 કિલોમીટર દૂર ટ્રેનનો ટ્રેક તોડવા માટે હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ સમગ્ર મામલે તરત તપાસ કરવાના આદેશ આપી દીધા છે. હાલ આ ટ્રેક પર ટ્રેનની અવર-જવર અટકાવી દેવાઈ છે.
આતંકવાદી પ્રવૃતિના એન્ગલથી તપાસ શરૂ
ગ્રામજનોએ ઘટનાસ્થળે જોયું ત્યારે પાટા પર નટબૉલ્ટ નહોતા. રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ પણ પડ્યો હતો. આ જોઈને સ્થાનિકોએ રેલવે પોલીસ સહિત રાજસ્થાન પોલીસને તપાસના આદેશ આપી દીધા છે. રેલવે તંત્રએ પણ ટ્રેકનું સમારકામ શરૂ કરી દીધું છે.