લ્યો બોલો! ઘી, તેલ, મિઠાઈ, માવો, મરચું, હળદર બાદ હવે ખેડામાંથી નકલી ENOનો મોટો જથ્થો ઝડપાયો


  • Published By :
  • Published Date : 2023-10-29 17:20:48

આપણા દેશમાં તમામ ખાદ્ય ચીજોમાં ભેળસેળ થાય છે, ડેરી પ્રોડક્ટ, ખાદ્યતેલ, મિઠાઈ, મરચું, હળદર, મસાલા સહિતની ચીજોમાં મિલાવટ થાય છે. લોકો યોગ્ય કિંમત ચૂકવે છે તેમ છતાં તેમને શુધ્ધ અને ગુણવત્તાયુક્ત ચીજો મળતી નથી. હદ તો ત્યા થઈ ગઈ કે જ્યારે ખેડા જિલ્લામાંથી  ENO બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. ખેડાની માતર GIDCમાંથી ડુપ્લિકેટ ENO બનાવવાની ફેક્ટરી ઝડપાતા હાહાકાર મચી ગયો છે. આ ફેક્ટરીમાં ENO જેવા જ પાવડરનો ઉપયોગ કરી ઓરીજનલ જેવા જ પાઉચ બનાવવામાં આવતા હતા.




કઈ રીતે ભાંડો ફુટ્યો?


નકલી ENO બનાવવાના આ આખા કૌભાંડનો ભાંડો ત્યારે ફુટ્યો જ્યારે માતર પોલીસ સ્ટેશનમાં કંપનીના કર્મચારીએ જ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટની ફરિયાદ કરવામાં આવી અને પોલીસે તપાસ કરતા નકલી ENOના  22 હજાર 200 ડુપ્લીકેટ પાઉચ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે અમદાવાદ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના બાદ ખેડા ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગ ફરી એકવાર ઉંઘતુ ઝડપાયુ છે.   પોલીસે કોપીરાઈટની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...