ભાવનગરની સિહોર GIDCમાં આવેલી ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 કામદારોના મોત, ત્રણ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-12-28 15:16:00

ભાવનગર જિલ્લાની સિહોર GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં ગત મોડી રાત્રે વિસ્ફોટ થતાં હાહાકાર મચી ગયો છે. સિહોર GIDCની એમ.ડી.રુદ્રા નામની ફેક્ટરીમાં જબરદસ્ત વિસ્ફોટ થતા પાંચ લોકો ઘાયલ થયા હતાં જેમાં બાદ બે કામદારોના મોત થયા છે જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. હાલ ત્રણ ઘાયલોની સર ટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 


મિલના બોયલરમાં બ્લાસ્ટ થયો


સિહોર GIDCની એમ.ડી.રુદ્રા રોલિંગ મિલમાં બોયલરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચાર મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એકનું સ્થળ પર મોત નિપજ્યું હતું. ઘાયલ ચાર લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રતિલાલ નામના મજૂરનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પરસોત્તમ નામના મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે હજુ ત્રણ મજૂર સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે.


આ લોકો ઘાયલ થયા


સિહોર જીઆઇડીસીમાં આવેલી એમ.ડી રુદ્રા નામની ફેક્ટરીમાં મોડીરાત્રે કોઈ કારણોસર બ્લાસ્ટ થતાં દુર્ઘટના બની હતી. જેના કારણે ત્યાં કામ કરી રહેલા ચાર મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાજુ ચૌહાણ, રાજ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોતમ ચૌહાણ નામના મજૂરોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?