Zeeમાં 2000 કરોડની ઉચાપત! સેબીએ સુભાષ ચંદ્ર-પુનિત ગોએન્કા પાસેથી માંગ્યો જવાબ, શેરમાં મોટો કડાકો


  • Published By :
  • Published Date : 2024-02-21 21:49:47

ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કંપની હજુ સોની સાથે મર્જર ડીલ તોડવાના આઘાતમાંથી બહાર આવી નથી ત્યા તો માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેની ચિંતા વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સેબીને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડના ખાતામાંથી 240 મિલિયન ડોલર એટલે કે રૂ. 19,89,28,44,000 ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. સેબીની તપાસમાં સામે આવ્યું છે કે કંપનીમાંથી લગભગ 241 મિલિયન ડોલર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સેબીના તપાસકર્તાઓએ શરૂઆતમાં જે અંદાજ લગાવ્યો હતો તેના કરતાં આ રકમ લગભગ દસ ગણી છે. સેબીએ આ મામલે કંપનીના સિનિયર અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે. જેમાં કંપનીના સ્થાપક સુભાષ ચંદ્રા અને તેમના પુત્ર પુનિત ગોયન્કાનો સમાવેશ થાય છે. આ મામલે બોર્ડના કેટલાક સભ્યો પાસેથી સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે. દરમિયાન, ઝીએ રિપોર્ટને નકારી કાઢ્યો છે કે તેના ખાતામાંથી 2000 કરોડ રૂપિયા ગાયબ છે. કંપનીએ કહ્યું કે આ રિપોર્ટમાં કોઈ સત્ય નથી.


ઝીના શેરમાં જોરદાર કડાકો


આ દરમિયાન કંપનીના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે કંપનીના શેરમાં આઠ ટકાનો ઉછાળો હતો પરંતુ બુધવારે તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 10.30 વાગ્યે કંપનીનો શેર 10.52 ટકાના ઘટાડા સાથે રૂ. 172.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે તે રૂ. 193 પર બંધ હતો અને આજે રૂ. 173.70 પર ખુલ્યો છે. ટ્રેડિંગ દરમિયાન તે ઘટીને રૂ. 165.55 થયો હતો. તેની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 299.50 અને નીચી રૂ. 152.50 છે. સોની સાથેનો સોદો તૂટી ગયા પછી, 23 જાન્યુઆરીએ કંપનીના શેરમાં 33% ઘટાડો થયો, જે તેના ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. તે દિવસે તે ઘટીને રૂ. 152.5 પર આવી ગયો હતો.


કંપનીએ શું કહ્યું?


ઝીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની સેબીને તમામ માહિતી પ્રદાન કરવાની પ્રક્રિયામાં છે. સુભાષ ચંદ્રા અને પુનિત ગોએન્કા સામે સેબીની તપાસને કારણે સોની અને ઝી વચ્ચેનો સોદો આગળ વધી શક્યો ન હતો. બંને કંપનીઓ વચ્ચે 2021માં સોદો થયો હતો. આ મુજબ, ગોએન્કાને વિલીનીકરણ પછી રચાયેલી કંપનીના સીઈઓ બનાવવાના હતા પરંતુ સેબીની તપાસને કારણે સોની તેના માટે અનુકૂળ ન હતી. આખરે તેણે જાન્યુઆરીમાં ડીલ તોડી નાખી હતી. આ દરમિયાન, મંગળવારે સમાચાર આવ્યા કે ઝી ફરી એકવાર સોની સાથે સોદાની શક્યતા શોધી રહી છે. જેના કારણે ગઈકાલે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.


સેબીએ લગાવ્યો હતો પ્રતિબંધ


સેબીએ ગયા વર્ષે ઓગસ્ટમાં  ઝીના ફાઉન્ડર્સ સુભાષ ચંદ્રા અને પુનીત ગોયન્કાને કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં એક્ઝીક્યુટિવ કે ડાયરેક્ટર બનવા પર પ્રતિબંધ લગાવ્યો છે.  સેબીને તેની તપાસમાં જણાયું હતું કે ચંદ્રા અને ગોયન્કા તેમની પોઝિશનનો દુરપયોગ કરી રહ્યા હતા. તેમના ફાયદા માટે કંપનના ફંડની હેરાફેરી કરતા હતા. ઝીએ સેબીના આ આદેશ વિરૂધ્ધ હાયર અપીલેટ ઓથોરીટીમાં અપીલ કરી હતી અને ઓક્ટોબરમાં તેને રાહત મળી હતી. અપીલેટ ઓથોરિટીએ સેબીની તપાસ દરમિયાન પુનીત ગોયન્કાને એક્ઝિક્યુટિવ પોઝીશન હોલ્ડ કરવાની મંજુરી આપી હતી.  હત નાણાકીય વર્ષમાં ઝીના પ્રોફિટમાં 95 ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિકમાં તેને 58.54 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે