પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષા સ્તરની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેવા શિક્ષકોને તેેમજ આચાર્યોને સૂચના આપવામાં આવી હતી. પરંતુ અનેક શિક્ષકો અને આચાર્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ ઉજવણી દરમિયાન હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ અનેક શિક્ષકો તેમજ આચાર્યો ગેરહાજર હતા. ત્યારે આ મામલે ખુલાસો માગવામાં આવ્યો છે. કયા કારણોસર શિક્ષકો તેમજ આચાર્યો ગેરહાજર રહ્યા હતા તેનો જવાબ માગ્યો છે.
કયા કારણોસર કાર્યક્રમમાં ગેરહાજર હતા તે અંગે માગ્યો જવાબ!
જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય સ્તરની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શિક્ષકો તેમજ આચાર્યોને આદેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મીટિંગમાં સૂચના આપવામાં આવી હતી. તે સિવાય અધિકારીઓને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ એવા અનેક શિક્ષકો તેમજ આચાર્યો હતા જે ગેરહાજર રહ્યા હતા. શાળાઓ દૂર હોવાથી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ અનેક એવા શિક્ષકો હતા જે જણાવ્યા વગર ગેરહાજર હતા. પત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારનો સરકારી કાર્યક્રમ હતો જેમાં હાજરી આપવી અનિવાર્ય હતું પરંતુ જાણ કર્યા વગર આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. ત્યારે કયા કારણોસર કાર્યક્રમમાં ગેરહાજર હતા તે જણાવવા કહેવામાં આવ્યું છે.