છોકરીઓને સમજાવો, ગુનેગારોને સજા મળશે તમે ભૂલની સજા પોતાને કેમ આપો છો?
કેટલાય સમયથી રોજ એક એવી ઘટના સામે આવે છે જેમાં કોઈ છોકરીએ આપઘાત કર્યો હોય કારણો દર વખતે બદલાય છે પણ પરિસ્થતિ નથી બદલાતી ક્યારેક પ્રેમમાં મળેલા દગામાં પોતાનો જીવ ગુમાવે તો ક્યારેક કોઈ છોકરો બ્લેકમેઇલ કરે અને છોકરી પોતાનો જીવ ટુકાવે. જોઈએ તો રોજ આપઘાતના કેસ વધતાં જાય છે પણ તેમાં મહિલા આપઘાતના કેસ વધુ છે . હમણાં એક ઘટના સામે આવી જેમાં 21 વર્ષિય યુવતી જે ખેડા જિલ્લાના વસો પીજ રોડ પર આવેલ કૃષી યુનિવર્સિટીમા અભ્યાસ કરતી હતી. તેને ચાર માસ અગાઉ આપઘાત કર્યો હાલ સામે આવ્યું કે વિરેન્દ્ર ચૌધરી તે યુવતીને બ્લેકમેલ કરી રૂપિયા માંગતો, જો નહી આપે તો ફોટા વિડિઓ વાયરલ કરવાની ધમકી આપતો. છોકરીના અંગત પળોના ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી સાથે બ્લેકમેલીંગનુ કારણ બન્યું છોકરીના મોતનું કારણ. 11મેં ના રોજ યુવતીએ હોસ્ટેલના રૂમમાં બારીના ઉપરની સાઈડે દુપટ્ટો ભરવી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
કેમ છોકરીઓ પોતાનો જીવ ટૂંકાવે છે કોઈ વાંક વગર ?
આ એક ઘટના છે જેમાં યુવતીએ પોતાના વાંક વગર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો. આવો તો અનેક કિસ્સા છે જેમાં નાની નાની વાતોમાં કોઈ વાંક વગર પોતાનો જીવ ગુમાવે છે. કેમ કોઈ દીકરી પોતાને દોશી માની પોતાની જાતને સજા આપે છે. આપડે એક એવા સિસ્ટમમાં છીએ જ્યાં , ગુનેગારોને સજા મળતા મોડું થઈ જાય છે અને ત્યાં સુધીમાં કોઈ દીકરી પોતાને ગુનેગાર માની જીવ ટૂંકાવી દેય છે