સૌ કોઈની નજર એક્ઝિટ પોલ પર હતી. લોકસભા ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા પરથી અંદાજો આવી જતો હોય છે કે કોને કેટલી સીટો મળવાની છે. એ.બી.પી સી વોટર એક્ઝિટ પોલ, Aaj Tak-Axis My India,News 18 તેમજ ચાણક્યના એક્ઝિટ પોલ મહદ અંશે સાચા સાબિત થતા હોય છે.. એ.બી.પી સી વોટર દ્વારા આપવામાં આવેલા આંકડાની વાત કરીએ તો
કોને કેટલી સીટો મળવાાની સંભાવના?
20 બેઠકોની કેરળામાં એનડીએને 01થી 03 સીટ મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 17-19 સીટો મળી શકે છે. તે સિવાય આંધ્ર પ્રદેશની 25 સીટોમાંથી એનડીએને 21-25 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 0 સીટ મળી શકે છે.. 17 સીટો ધરાવતી તેલંગાણાની વાત કરીએ તો એનડીએને 07-09 સીટ મળી શકે છે... જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 7-9 બેઠકો મળી શકે છે... તે સિવાય અન્યને એક બેઠક મળી શકે છે..
તમિલનાડુની 40 સીટો માટે આપવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર ઈન્ડિયાને 37-39 બેઠકો મળવાની છે જ્યારે એનડીએને 01 સીટ જ્યારે અન્યને 01 બેઠક મળી રહી છે.. 48 સીટ ધરાવતા મહારાષ્ટ્ર રાજ્યમાં એનડીએને 22-26 સીટ જ્યારે ઈન્ડિયાને 23-25 સીટ મળી રહી છે. તે સિવાય કર્ણાટકની 28 બેઠકોની વાત કરીએ તો એનડીએને 23-25 સીટ મળી શકે છે જ્યારે 03-05 સીટ ઈન્ડિયા ગઠબંધનને મળી શકે છે.. 25 બેઠકો ધરાવતા રાજસ્થાન રાજ્યમાં એનડીએને 21-23 સીટ મળવાની છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 2-4 સીટ મળવાની છે..
ગુજરાતની 26 બેઠકોમાંથી એનડીએને 24-25 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 01 સીટ મળી શકે છે.. 29 બેઠકો ધરાવતા મધ્યપ્રદેશ રાજ્ય માટે એનડીએને 26-28 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 1-3 સીટો મળી શકે છે.. ગોવામાં એનડીએને 00-01 સીટ મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 1 સીટ મળી શકે છે. અનેક રાજ્યો માટે એક્ઝિટ પોલ આવવાના બાકી છે....