આજે BJPની કારોબારી બેઠક! બેઠકમાં ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ અંગે થઈ શકે છે ચર્ચા, CR પાટીલની જગ્યા કોને મળશે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-04 12:54:08

લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..  

કારોબારી બેઠક બાદ સસ્પેન્સ ખુલી શકે છે..!

ચોથી અને પાંચમી જુલાઈએ બોટાદના સાળંગપુર ખાતે ભાજપ પ્રદેશની બે દિવસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવવા જઈ રહી છે. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ હવે દિલ્હી જશે, તેમની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે એટલે હવે નવા અધ્યક્ષ કોણ હશે તેની ચર્ચા થશે. ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ આ જ સવાલ સૌના મનમાં હતો કે નવા અધ્યક્ષ કોણ હશે? હવે પાટીલના અનુગામી કોણ? તે અંગે રાજકીય અટકળો શરૂ થઈ છે. દરમિયાન, એવું જાણવા મળ્યુ છે કે, કારોબારીની બેઠકમાં પ્રદેશ પ્રમુખને લઈને સસ્પેન્સ પૂર્ણ થશે કેમ કે, ગુજરાત ભાજપના કાર્યકરી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે. 


આગામી ચૂંટણીને લઈ રણનીતિ બનાવામાં આવશે!

બોટાદ સ્થિત પુરુષોતમ મંદિરમાં ભાજપની બે દિવસીય વિસ્તૃત કારોબારી બેઠક યોજાનાર છે. આ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેવાના છે. આ કારોબારી બેઠકમાં આગળ કઈ રણનીતિથી વધવું તે અંગેની ચર્ચા કરવામાં આવશે.. આગામી પંચાયત-પાલિકાની ચૂંટણીને લઈને પણ રણનીતિ ઘડવામાં આવશે. 


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે... 

નવા અધ્યક્ષ માટે ભાજપે ઘણું મનોમંથન કરવું પડશે. નવા અધ્યક્ષ સામે અનેક પડકારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું હેટ્રીક સપનું તૂટી ગયું. બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર જીત્યા જે બાદ રાહુલ ગાંધીએ પણ સંસદમાં કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન ગુજરાત જીતી રહ્યું છે એટલે વધારે મનોમંથન સાથે અધ્યક્ષ બનાવવામાં આવશે! 


ગુજરાત મંત્રી મંડળમાં મોટા ફેરફાર થવાની શક્યતા 

લોકસભાની ચૂંટણી બાદ હવે પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી પણ માથે છે. જે ભાજપ માટે પડકાર સમાન બની શકે છે. રથયાત્રા બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.. ત્યારે કોને ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવે છે તે મોટો પ્રશ્ન છે.. જોકે, વિસ્તૃત કારોબારીમાં પ્રદેશ પ્રમુખને લઈને આખુય ચિત્ર સ્પષ્ટ થઈ જશે.તો હવે કોણ ભાજપ અધ્યક્ષનો તાજ પહેરે છે તે જોવાનું રહ્યું.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?