દિલ્હી લિકર કૌભાંડ કેસને લઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે મોટી કાર્યવાહી હાથધરી છે. EDએ 6 રાજ્યોમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. બેંગ્લોર, હૈદરાબાદ, અને ચેન્નઈ સહિત 40 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા અને યુપીમાં પણ સર્ચ ચાલુ છે. માત્ર હૈદરાબાદમાં જ 25 સ્થળો પર રેડ પાડી હતી. આ કેસમાં ઈડી આજે દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે પણ પૂછપરછ કરવાની છે.
દિલ્હી લિકર કૌભાંડ કેસ અંગે તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ બીજી વખત દરોડા પાડ્યા છે. આ પહેલા પણ 6 સપ્ટેમ્બરે દિલ્હી સરકારની આબકારી નીતિ કેસમાં 45 જગ્યાએ દરોડા પાડ્યા હતા. EDએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા.Enforcement Directorate is conducting searches in the Delhi Excise Policy case. Raids are going on in multiple cities including Hyderabad, Bengaluru, and Chennai. More details awaited: Sources pic.twitter.com/5iQ7OimEO9
— ANI (@ANI) September 16, 2022
CBIએ લિકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયા તથા IAS અધિકારી અને દિલ્હીના પૂર્વ આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણના દિલ્લી સ્થિત નિવાસસ્થાન તથા 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 19 અન્ય સ્થાનો પર છાપા માર્યા હતા. EDના દરોડા અંગે મનીષ સિસોદિયા નિવેદન આપ્યું હતું કે અગાઉ તેમને CBIના દરોડામાં કંઈ મળ્યું નથી. હવે ED દરોડા પાડશે તેમ છતાં તેમાંથી કંઈ બહાર નહીં આવે.