ભાજપના નેતા ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. પાટીદાર અનામત આંદોલનમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. તેઓ પોતાના જ પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે વિવાદિત નિવેદનો આપવા માટે જાણિતા છે ત્યારે તેમણે વધુ એક વિવાદિત ટ્વીટ કરી છે.
ચિરાગ પટેલે ટ્વીટમાં શું લખ્યું?
ભાજપ નેતા ચિરાગ પટેલે ટ્વિટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે જે ઈમારતને આપણે બનાવી હોય. પરંતુ તે જ્યારે કોઈના માટે જીવનું જોખમ બની જાય ત્યારે, જનહિતને ધ્યાનમાં લઈને તેનો નાશ કરવો જ પડે છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો "યુદ્ધ એજ કલ્યાણ."
હાર્દિક એકલા રહી જશે શું?
ગુજરાતમાં આનંદબેન પટેલના સમયમાં પાટીદાર આંદોલને ગુજરાત ગજાવ્યું હતું. આંદોલનનો પણ ઈતિહાસ રહ્યો છે કે આંદોલનો થયા બાદ નેતા ઉભરતા હોય છે. પાટીદાર અનામત આંદોલનમાં પણ ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા તરીકે ચિરાગ પટેલનો ઉદ્ભવ થયો હતો. ચિરાગ પટેલ હાલ હાલ ભાજપમાં છે અને હાર્દિક પટેલના મિત્ર પણ છે.
પાટીદારો કઈ બાજુ જઈ રહ્યા છે?
ચિરાગ પટેલ ઉત્તર ગુજરાતના પાટીદારોના અગ્રણી છે. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને તેમની જેમ અનેક પાટીદાર નેતાઓ ના મરજી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. પાટીદારો 80ના દાયકાથી ભાજપના પક્ષમાં જ મતદાન કરતા આવ્યા છે. પાટીદારોનું ગુજરાતની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં રહેતા હોય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને ભારે નુકસાન થયું હતું. ત્યારે અત્યારે ભાજપની અંદરના જ પાટીદાર નેતાઓ ભાજપથી નારાજ છે. ત્યારે લટકતી તલવાર ગળે હોવાના કારણે હાર્દિક પટેલ તો ભાજપમાંથી નહીં નિકળી શકે પણ અન્ય પાટીદાર નેતાઓ પક્ષમાંથી નિકળે તેવી શંકાઓ સેવાઈ રહી છે.