ભરૂચના ભાજપના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ સામે નોંધાઈ FIR, મહિલા નેતા પર કાર્યકરનું શારીરિક શોષણનો આરોપ, અફેરએ શહેરમાં ચર્ચા જગાવી


  • Published By :
  • Published Date : 2023-06-19 22:54:29

રાજકારણના દુશ્મનીના કિસ્સાઓ તો તમે ખૂબ સાંભળ્યા હશે પણ ભરૂચમાં મહિલા નેતાજીના પોતાના કાર્યકર સાથેના જ ચક્કરની ચર્ચાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. બધા લોકો આ વિષય પર જ વાતો કરી રહ્યા છે. કારણ કે આ કિસ્સામાં થયું એવું છે કે ભરૂચ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ  પોતાના જ કાર્યકર સાથે ધરાર શારીરિક સંબંધો બંધાવતા, ધમકી પણ મારતા હતા કે જો તું આ વાત કોઈને કરીશ તો તને તારા ગામ અને સમાજમાં બદનામ કરી નાખીશ. વિગતવાર વાત કરીએ મહિલા નેતાએ કાર્યકર સાથે શરીર સુખની માગણીઓ કરીને શારીરિક અને માનસિક રીતે રીતે હેરાન કર્યો હતો. 


મહિલા નેતા યુવકથી 10 વર્ષ મોટા


ભરૂચના રાજકારણમાં આ શું થઈ રહ્યું છે એ જ નથી સમજાઈ રહ્યું. ભરૂચ જિલ્લાના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ પોતાના જ કાર્યકરના પ્રેમમાં પડી ગયા છે. યુવકના કહ્યા મુજબ ન માત્ર પ્રેમમાં પડ્યા પણ અનેકવાર કાર્યકર સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. સેક્સ બાદ ધમકીઓ પણ આપી કે જો આ વાત બહાર આવશે તો યુવાનને તે બદનામ કરી દેશે. કામાતુર મહિલા નેતાથી તેમના કાર્યકર 10 વર્ષ મોટા છે. આ મહિલાની રાજકીય પાર્ટીની વાત કરીએ તો સામે આવે છે કે પહેલા તે કોંગ્રેસમાં હતા પણ ત્યાર બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. પણ જેવી આ મહિલા નેતાના સેક્સ કાંડની વાત સામે આવી તો તેણે પક્ષ પણ છોડી દીધો છે. 


અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા


મળતી વિગત મુજબ ત્રણ વર્ષ પહેલા બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ધીમે ધીમે મળવાનું શરુ થયું અને આ મુલાકાત પ્રેમમાં ફેરવાઈ અને પ્રેમ પછી શરૂ થયા શરીર સંબંધો. પોતાની સાથે સંબંધમાં રહેવા માટે પુરુષને ભરૂચમાં મકાન લઈ આપવાની વગેરે પણ લાલચ આપી હતી. મહિલાના પતિ જ્યારે હાજર ન હોય ત્યારે મહિલા નેતા તેના કાર્યકર મિત્રને ઘરે બોલાવતા હતા અને સંબંધો બાંધતા હતા. એવું પણ થતું હતું કે અનેકવાર મેસેજ કરીને અને ફોન કરીને પણ બોલાવતા હતા અને પછી શું થતું હશે તમે જાતે જ સમજી જાવ. મહિલા નેતા કાર્યકરને ગાંધીનગર ખાતે પોતાના મકાનમાં પણ અવાર નવાર લઈ જતા હતા અને ત્યાં પણ સંબંધો બંધાવતા હતા. એકવાર તો એસયુવી કારની અંદર પણ સંબંધ બાંધ્યો હતો.


અંતે કંટાળીને યુવકે ફરિયાદ નોંધાવી


જો કે મહિલા નેતા સાથે અનેક વખતના શારીરિક સંબંધોથી તે કાર્યકર યુવાન પણ ગળે આવી ગયો હતો. તે મહિલા નેતાને સંબંધો બાંધવા માટે અને સાથે રહેવા માટે મનાઈ કરવા લાગ્યો તો તેણે ધમકી આપી કે જો ના પાડીશ તો તે તને હેરાન કરી નાખશે. પોલીસ ફરિયાદ મુજબ કાર્યકરે પોલીસને ભરૂચ સાઈબર ક્રાઈમમાં પણ ફરિયાદ નોંધાવી હતી પણ કંઈ થયું નહીં. આ બંને વચ્ચેના સંબંધો મહિલા નેતાના ડ્રાઈવરથી લઈ કામવાળી બાઈ પણ જાણતા હતા. ફરિયાદ વાંચીએ તો ખબર પડે કે કાર્યકરને પોલીસ સુધી પહોંચવાનો વારો એટલા માટે આવ્યો કારણ કે ધમકીઓ કંઈક વધારે જ વધી ગઈ હતી.પોલીસે હાલ તો ફરિયાદ લીધી છે હવે આગળ શું થશે એ જોવાનું રહેશે પણ જ્યારે રાજકારણમાં આ પ્રકારની વાતો સામે આવે છે ત્યારે વાતો વાયુ વેગે ફેલાય છે. આ કેસમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે આમાં મહિલા નેતાએ પુરુષ કાર્યકરને શારીરિક રીતે હેરાન કર્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?