પોતાની માગ ન સંતોષાય તો અનેક લોકો આંદોલનનો માર્ગ અપનાવતા હોય છે. અનેક કિસ્સાઓ એવા પણ સામે આવતા હોય છે જેમાં પૂર્વ નેતાઓ ધરણા કરતા હોય છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન અને ડેરીના વહીવટી તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપો સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ ધરણા પર બેઠા છે. સાબર ડેરીના કમ્પાઉન્ડ ખાતે ધરણા કર્યા હતા. જશુ પટેલ દ્વારા અનેક વખત હિસાબ માગવામાં આવ્યો હતો પરંતુ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ત્યારે ચોક્કસ માહિતી ન મળતા તેઓ ધરણા પર બેઠા છે. સાબર ડેરીના ચેરમેન અને એમડી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પૂર્વ ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
ભ્રષ્ટાચારના આરોપો સાથે જશુ પટેલ બેઠા ધરણા પર
સાબર ડેરી અનેક પશુપાલકોની જીવા દોરી સમાન માનવામાં આવે છે. પશુપાલકો ડેરીથી આજીવિકા મેળવે છે. ડેરીનું કરોડોનું ટર્ન ઓવર છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ તેમજ ભ્રષ્ટાચારના આરોપો પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્યએ અનેક વખત ડેરીનો હિસાબ માગ્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળ્યો હતો. ત્યારે આ વાતને લઈ તેમજ ભ્રષ્ટાચારના આરોપને લઈ પૂર્વ ધારાસભ્ય ધરણા પર બેઠા છે. સાબર ડેરીના એડમીન બ્લોકના ગેટ પાસે ધરણા પર બેઠા હતા.