પૂર્વ IPS સંજીવ ભટ્ટે આજીવન જેલમાં વિતાવવું પડશે, HCએ અપીલ ફગાવી, નીચલી કોર્ટનો ફેંસલો યથાવત રાખ્યો


  • Published By :
  • Published Date : 2024-01-09 21:29:42

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને ગુજરાત હાઈકોર્ટે મંગળવારે મોટો ઝટકો આપ્યો છે. તેમણે 1990 માં કથિત કસ્ટડીમાં યાતના અને મૃત્યુના કેસમાં જામનગરની કોર્ટ દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજાને હાઈકોર્ટમાં પડકારી હતી. કસ્ટોડીયલ ડેથના કેસમાં જામનગર સેશન્સ કોર્ટે આપેલી આજીવન કેદની સજા પણ હાઈકોર્ટે યથાવત રાખી છે. તેમની અરજીને ફગાવી દેતા જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું કે, “ટ્રાયલ કોર્ટે અપીલકર્તાઓને યોગ્ય રીતે દોષિત ઠેરવ્યા છે. "અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ અને અપીલ ફગાવી દેવામાં આવે છે." ઉલ્લેખનિય છે કે 1990ના કેસમાં સેશન્સ કોર્ટે ભટ્ટને સજા સંભળાવી હતી.


સમગ્ર મામલો શું છે?


30 ઓક્ટોબર, 1990ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તત્કાલિન ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન જામનગરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા બાદ ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે આતંકવાદી અને વિઘટનકારી પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (TADA) હેઠળ લગભગ 133 લોકોની અટકાયત કરી હતી. દરમિયાન, અટકાયત કરાયેલ વ્યક્તિઓમાંથી એક, પ્રભુદાસ વૈશ્નાનું, કસ્ટડીમાંથી મુક્ત થયા પછી મૃત્યુ થયું હતું. તેમના પરિવારનો આરોપ છે કે ભટ્ટ અને અન્ય પોલીસકર્મીઓએ તેમને કસ્ટડીમાં ટોર્ચર કર્યા હતા.   પરિવારનો આરોપ છે કે પ્રભુદાસ વૈશ્નાને પાણી પણ પીવા દેવામાં આવ્યું ન હતું, જેના કારણે પ્રભુદાસ વૈશ્નાની કિડની બગડી ગઈ હતી. પ્રભુદાસ વૈશ્ના નવ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ જામીન પર છૂટ્યા હતા જો કે તેમની કિડની ફેલ થવાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ કસ્ટોડિયલ ડેથ માટે સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને 1995માં મેજિસ્ટ્રેટ દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?