અમદાવાદના કાલુપુરમાં પૂર્વ પ્રેમિકાએ આધેડ પ્રેમી પર ફેંક્યું એસિડ, શું છે સમગ્ર મામલો, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-28 17:20:23

પ્રેમસંબંધમાં યુવક દ્વારા યુવતી પર એસિડ ફેંકવાની ઘટનાઓ તો અનેક વખત બની છે પણ અમદાવાદમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. અમદાવાદમાં એક આધેડ પર તેમની પ્રેમિકાએ એસિડ ફેંકતા ચકચાર મચી ગઈ છે. AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય રાકેશભાઈ પર પૂર્વ પ્રેમિકા મહેઝબિન અને તેના મિત્રએ એસિડ ફેંક્યું હતું. જે બાદ રાકેશભાઈએ કાલુપુર પોલીસ મથકે મહેજબિન તેમજ તેના મિત્ર વિરૂદ્ધ ફરિયદ નોંધાવી હતી. મહેઝબિન દ્વારા એસિડ એટેક કરતા રાકેશભાઈને જમણી આંખે, પીઠ તેમજ શરીરનાં અન્ય ભાગો પર દાઝ્યા હતા. જે બાદ લોકોએ તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  


શું છે સમગ્ર મામલો?


51 વર્ષીય રાકેશભાઈ બ્રહ્મભટ્ટ  AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવે છે અને હાલ તેઓ પરિવાર સાથે બાપુનગરમાં રહે છે. આજથી પાંચ વર્ષ પહેલા તેઓ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે આવેલા અંજુમ પાર્કમાં રહેતી 38 વર્ષીય યુવતી મહેઝબિન સાથે સંપર્કમાં આવ્યા હતા. અનેક વખતની મુલાકાતો બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે રાકેશભાઈનાં આ સમગ્ર પ્રેમપ્રકરણની જાણ તેમના પત્ની અને પરિવારજનોને થતા પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. જેની અદાવત રાખી ગત રોજ સાંજના સમયે મહેઝબિન અને તેના મિત્ર સાથે આવી હતી અને તું કેમ સંબંધ રાખતો નથી? તેમ કહીં આધેડ પર એસિડ ફેંક્યું હતું. એસિડ એટેક કર્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા. 


પ્રેમિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ


આ સમગ્ર મામલે રાકેશભાઈએ જણાવ્યું હતું કે, આ યુવતી મને અવાર નવાર પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતી અને ધમકાવતી. તેમજ અગાઉ તેણે મારી દીકરીનું ઘર તોડવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે પણ અમે મહેઝબિન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ મહેજબિન દ્વારા મને અવાર નવાર ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું તેવો આક્ષેપ પણ આધેડે કર્યો હતો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...