એક તરફ શિક્ષકો પોતાની માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહી છે તો બીજી તરફ માજી સૈનિકો પણ પોતાની માગણીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા માજી સૈનિકોના સમર્થનમાં પોલીસ પરિવાર આવ્યો છે.
માજી સૈનિકોના સમર્થનમાં પોલીસ પરિવાર
દેશની સીમા પર ખડેપગે રહી આર્મી જવાનો દેશને સુરક્ષિત રાખે છે. પોતાની ફરજ દરમિયાન અનેક સૈનિકો શહીદ થતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસના શહીદવીર જવાનોને ન્યાય મળે તે માટે પોલીસ પરિવાર પણ મેદાનમાં આવ્યા છે. પોતાની પડતર માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન કરવા તૈયાર થયેલા માજી સૈનિકો વિધાનસભા આગળ પ્રદર્શન કરી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આંદોલન વધતા સરકાર ચિંતીત
ગ્રેડ પે મુદ્દાને લઈ પોલીસ
પણ સરકાર વિરૂદ્ધ પડી હતી. સરકારે પોલીસની માગણી સ્વીકારતા મામલો શાંત થયો હતો. પોતાની
માગણ સરકાર સમક્ષ મુકવા પોલીસ અને આર્મી જવાનોને પણ વિરોધ કરી આંદોલન ચલાવવા પડે
તો તે સરકાર માટે શરમજનક વાત છે. માજી સૈનિકની વેદના સમજનાર પોલીસ જવાનોના પરિવાર
પણ તેમના સમર્થનમાં આવતા સરકાર પર વધારે દબાણમાં આવી શકે છે. એક તરફ ચૂંટણી નજીક
આવી રહી છે તો બીજી બાજુ સરકાર આંદોલનમાં ઘેરાઈ રહી છે. રાજ્યમાં આંદોલનો વધતા
સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.