સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેંચે બંધારણના 103માં સુધારા અધિનિયમ, 2019ની કાયદેસરતાની યથાસ્થિતી જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આવકાર્યો છે. જો કે તેમણે અનામતના વર્તમાન 50 ટકાની મર્યાદાને વધારવાની માગ કરી છે. નિતીશ કુમારની આ નવી માગથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું
નિતીશ કુમારે મીડિયાના સવાલના જવાબમાં કહ્યું કે EWS પર સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય યોગ્ય છે. આ નિર્ણયનો અમે લોકોએ પહેલા પણ સ્વાગત કર્યું હતું. આ સારૂ છે પણ અનામતની વર્તમાન 50%ની મર્યાદાને વધારવી જોઈએ.
બિહારમાં જાતિગત વસ્તી ગણતરી
નિતીશ કુમારે દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે અમે બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી રહ્યા છીએ, જાતિગત વસ્તી ગણતરી એક વખત પુરી થઈ ગયા પછી જાણી શકાશે કે રાજ્યમાં કઈ જાતિની શું સ્થિતી છે. જેથી તેની આર્થિક સ્થિતીમાં સુધારો લાવી શકાય.