સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ, EWS કોટા પર માત્ર સામાન્ય વર્ગનો જ અધિકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:32:40

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ અનામત કોટા અંતર્ગત આર્થિક રીતે નબળા (EWS) વર્ગ માટે 10 ટકા અનામતના મામલામાં સરકારે EWS કોટા પર સામાન્ય વર્ગનો જ અધિકાર હોવાની વાત કહીં છે. સુપ્રીમ કોર્ટમાં સરકારે જણાવ્યું કે એસસી-એસટી વર્ગના લોકો પહેલાથી જ અનામતના અનેક લાભો મેળવી રહ્યા છે. આથી તેમને ઈડબ્લુએસ (EWS) કોટામાં સામેલ કરી શકાય નહી.


સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ શું હતી?


સરકારે સુપ્રીમ કોર્ટમાં અનામત કોટા બાબતે દલીલ કરી હતી કે EWS કોટા મૂળ સામાન્ય વર્ગના ઉચ્ચ જાતિના પણ આર્થિક રીતે પછાત લોકો માટે જ છે.  સામાન્ય વર્ગના લોકો આર્થિક સદ્ધર ન  હોવાથી લાભ લઈ શકતા નથી. આ અનામત કોટા એક રીતે ક્રાંતિકારી પગલું કહેવાય જે સાબિત કરશે કે સરકાર તમામ વર્ગ અને જાતિના પ્રશ્નોના ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે.


ન્યાયાધીશ યૂયૂ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની સંવિધાન પીઠ સમક્ષ અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે પછાત જાતિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં લોકો ઈડબલ્યુએસ બિલ પસાર થયા પહેલા અનામતના અનેક લાભો લઈ રહ્યા છે. વેણુગોપાલે કહ્યું કે આ કાયદો 15 (7) અને 16 (7) મુજબ છે. અને તે પછાત અને વંચિતોને એડમિશન અને નોકરીમાં અનામત આપે છે અને 50 ટકાની મર્યાદાને પાર કરતો નથી.


વેણુગોપાલે વધુમાં જણાવ્યું કે સંવિધાનમાં એસસી અને એસટી માટે અનામત અલગથી અપાયેલું છે. તે મુજબ સંસદમાં પંચાયતમાં અને સ્થાનિક નિગમોમાં તથા પ્રમોશનમાં પણ તેમને અનામત આપવામાં આવે છે. જો તેમને આ કાયદાનો લાભ આપવામાં આવે તો EWS કોટા મેળવવા માટે તમામ લાભો છોડી દેશે.


EWS અનામત સામે સુપ્રીમમાં અરજી


અત્રે ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરી 2019માં 103મું સંવિધાન સંશોધન અંતર્ગત EWS કોટા લાગૂ કર્યો હતો. હવે આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે. અરજીમાં કહેવાયુ છે કે, એસસી, એસટી અને ઓબીસીમાં ગરીબ લોકો છે, તો તેમને આ અનામત ફક્ત સામાન્ય વર્ગના લોકોને શા માટે આપવામા આવે છે. તેનાથી 50 ટકાના અનામતના નિયમનું ઉલ્લંઘન થાય છે. પહેલાથી જ ઓબીસીને 27 ટકા, એસટીને 15 ટકા અને એસસી માટે 7.5 ટકા કોટા નક્કી કરેલા છે. ત્યારે આવા સમયે 10 ટકા EWS કોટા 50 ટકા નિયમ વિરુદ્ધ છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...