દેશમાં આજે અંતિમ તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે. 6 વાગે મતદાન પૂર્ણ થશે અને તે બાદ એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ જશે.. દરેકની નજર આ એક્ઝિટ પોલ પર છે કારણ કે આના આંકડા પરથી અંદાજો આવી જતો હોય છે કે ચૂંટણીનું પરિણામ શું આવવાનું છે.. ચોથી જૂને ચૂંટણીનું પરિણામ આવવાનું છે. સી વોટર એક્ઝિટ પોલ, માઈ એક્સિસ તેમજ ચાણક્યના એક્ઝિટ પોલ મહદ અંશે સાચા સાબિત થતા હોય છે.. ભાજપને ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. ગુજરાતની 25 બેઠકો પર સૌ કોઈની નજર છે..
કોનો આશાવાદ સાચો સાબિત થશે?
28 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિ પ્રદેશોની 543 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સાત તબક્કા અંતર્ગત મતદાન થયું હતું કે ટૂંક સમયમાં એક્ઝિટ પોલ આવી જશે. આ વખતે ભાજપ 400 પાર જશે તેવી આશા ભાજપના નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહી છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેવો આશાવાદ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસે બદલ્યો પોતાનો નિર્ણય
એક્ઝિટ પોલ શરૂ થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા નિર્ણય બદલવામાં આવ્યો છે. પહેલા ડિબેટમાં કોંગ્રેસના પ્રવક્તા બેસવાના ના હતા પરંતુ હવે તે બેસવાના છે.. મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યું કે ઈન્ડિયા ગઠબંધનને 295 સીટો મળશે..