રાજ્યમાં ગમે ત્યાં જાવો ત્યાં રખડતા ઢોરની સમસ્યા આપણને જોવા મળે છે. રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવે છે અને મોતને ભેટે છે. જો તેમના નસીબ સારા હોય તો મોતના મૂખમાંથી તો બચી જાય પરંતુ ગંભીર રીતે તેઓ ઈજાગ્રસ્ત થાય છે. આ રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનનો ત્રાસ કેટલો વધી ગયો છે તે આપણે જાણીએ છીએ. આ મામલે હાઈકોર્ટે અનેક વખત તંત્રની ઝાટકણી કાઢી છે ત્યારે રખડતા ઢોરને પકડવા માટે રવિવારના દિવસે પણ એએમસી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ઢોર પકડવા માટે શહેરના 7 ઝોનમાં એએમસીની ટીમ કાર્યરત છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસને પણ સાથે રાખવામાં આવી છે.
પરિમલ નથવાણીએ પણ આ મામલે કરી હતી ટ્વિટ
રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગે છે. અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં અટફેટે આવેલા લોકોના મોત થઈ ગયા છે અથવા તો ગંભીર રીતે લોકો ઈજાગ્રસ્ત થાય છે. રખડતા ઢોરને પકડવા માટે ગુજરાત હાઈકોર્ટે કડક આદેશ આપી દીધો છે. ઢોર તેમજ રખડતા શ્વાનને ત્વરીત પકડવામાં આવે તે માટે સાંસદ પરિમલ નથવાણીએ પણ તંત્રને ટકોર કરી હતી.
અનેક વખત હાઈકોર્ટે તંત્રની કાઢી છે ઝાટકણી
રખડતા ઢોરને લઈ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે હાઈકોર્ટે અનેક વખત પ્રશ્ન તંત્રને પૂછ્યો છે. હાઈકોર્ટના આદેશને તંત્ર નથી માનતી તેવું હાઈકોર્ટને લાગે છે. અનેક વખત આ અંગે તંત્રને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ત્યારે હાઈકોર્ટની અનેક વખતની ઝાટકણી બાદ એએમસી દ્વારા રવિવારના દિવસે પણ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
એએમસીની ટીમ રવિવારે પણ પકડી રહી છે રખડતા ઢોર
રવિવારના દિવસે એએમસી દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વાંચીને કદાચ તમને નવાઈ પણ લાગી હશે.! તમે મનમાં વિચારતા હશો કે સામાન્ય દિવસોમાં આ કામગીરી નબળી રીતે કરવામાં આવે છે તો રવિવારના દિવસે કેવી કામગીરી કરવામાં આવતી હશે.. હાઈકોર્ટે અનેક વખત રખડતા ઢોર મામલે સરકારની ઝાટકણી કાઢી છે. ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવે છે તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ બાદ તંત્રની કામગીરી પર થોડી અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે. રવિવારના દિવસે એએમસીની ટીમ રખડતા ઢોરને પકડી રહી છે. શહેરના 7 ઝોનમાં એએમસીની 50 ટીમ કાર્યરત છે તેવી માહિતી સામે આવી છે.
અનેક લોકોને રખડતા ઢોરોએ લીધા છે અડફેટે!
મહત્વનું છે કે રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. રોજે આપણે આ પ્રકારના સમાચાર જોતા હોઈએ છીએ કે રખડતા ઢોરે આજે આને અડફેટે લીધા જેને કારણે તેમનું મોત થઈ ગયું. કોઈ વખત એવા સમાચાર પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે રખડતા ઢોરના હુમલાને કારણે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનના આતંકને જલ્દી કાબુમાં લેવામાં આવે તેવી અપેક્ષા...!