ગુજરાતમાં વણસી રહેલી શિક્ષણ વ્યવસ્થાની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ. ગુજરાતમાં આવેલી સરકારી શાળાની હાલત એવી છે કે શાળામાં મોકલતા પહેલા માતા પિતા પણ દસ વખત વિચારતા હોય છે. અનેક સરકારી શાળાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળતી હોય છે. કોઈ શાળા સારી હોય તો એમાં ભણવા માટે વિદ્યાર્થીઓ ન હોય. કોઈ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય તો ત્યાં શિક્ષક ન હોય. ત્યારે આજે વાત ગુજરાતની શાળાઓની નહીં પરંતુ જમ્મુ કાશ્મીરની શાળાઓની કરવી છે.
શાળાની જર્જરિત હાલતને જોતા વાલીઓએ માર્યું શાળાને તાળું
જમ્મુ કાશ્મીરથી એક શાળાની તસ્વીર સામે આવી છે જેમાં શાળાની બિલ્ડીંગ એકદમ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ શાળા ઉધામપુરમાં આવેલી છે અને શાળામાં 128 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે જેને કારણે સુરક્ષિત સ્થાન શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સુરક્ષિત જગ્યા શોધ્યા બાદ અભ્યાસ ફરીથી શરૂ કરવામાં આવશે. શાળાની જર્જરિત હાલતને જોતા અને બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળામાં તાળા વિદ્યાર્થીના માતા પિતાએ માર્યા હતા. જ્યારે આ મામલે સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તેઓ આગળ રજૂઆત કરશે,
જગ્યા ભલે અલગ હોય પરંતુ શિક્ષણની કથળતી પરિસ્થિતિ સરખી જ છે!
મહત્વનું છે કે શિક્ષણ એક એવું જ્ઞાન છે જેની પર દરેક વિદ્યાર્થીનો હક છે. આપણે સર્વ શિક્ષણ અભિયાનની વાતો કરીએ છીએ, નારા લગાવીએ છીએ ત્યારે આવી શાળાઓ દાખલો બેસાડે છે રાજ્ય ભલે અલગ અલગ હોય પરંતુ શિક્ષણની પરિસ્થિતિ લગભગ દરેક રાજ્યોમાં તેમજ Union Territoryમાં સરખી હોય છે. શિક્ષણ માટે બાળકોએ પહેલા પણ સંઘર્ષ કરવો પડતો હતો આજે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.