આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં ઘરની બહાર રસ્તા પર ચાલતું વાહન નહીં પરંતુ હવામાં ફરતું વાહન પાર્ક કરવામાં આવે છે. અમે વાત કરીએ છીએ કે દરેક ઘરની બહાર પ્લેન ઉભા હોય છે. આપણે જ્યારે કોઈ શહેર કે ગામડામાં જઈએ અને ત્યાં કોઈ મોંઘી ગાડીઓ પડી હોય તેની પરથી આપણે અંદાજો લગાવી લેતા હોઈએ છીએ કે અહીંના લોકો તો અમીર છે. ત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં એક એવું ગામ આવેલું છે જ્યાં ઘરની બહાર હવાઈ જહાજ પાર્ક કરેલા દેખાશે. આ ગામનું નામ કેમરન એયર પાર્ક છે..
વાહન નહીં પરંતુ પ્લેન લઈને ફરવા નીકળે છે લોકો!
આ ગામ એવું છે કે જ્યાં રહેતા બધા લોકો પાસે હવાઈ જહાજ છે. આ વાંચીને તમને નવાઈ લાગી હશે ને પરંતુ આવું ગામ વાસ્તવમાં છે. આ કલ્પના નથી હકીકતમાં એક એવું ગામ છે જ્યાં લોકો કોઈ પણ જગ્યાએ જવું હોય તો અથવા તો આંટો મારવા પણ જાય તો હવાઈ જહાજ લઈને જાય છે. ઓફિસ પર જવું હોય તો પણ વિમાન લઈને જાય, ખાવાનું ખાવા જવું હોય તો પણ વિમાનમાં બેસીને જાય...
કેલિફોર્નિયામાં આવેલું છે આ ગામ!
સાંભળવામાં વિશ્વાસ ના આવે એવું લાગે પણ હકિકતમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક એવું ગામ છે. આ ગામનું નામ કેમરન એયર પાર્ક છે. જ્યાં દરેક ઘર સામે પ્લેન ઉભેલા દેખાય છે. આ લોકો ક્યાં પણ જાય છે તો બાઈક કે ફોરવ્હીલ કાઢીને નહીં પણ વિમાન લઈને જાય છે. દુનિયાભરમાં આ ગામની ચર્ચા થઈ રહી છે. આ ગામના રસ્તાઓ પણ રનવે જેવા જ છે. જેના કારણે લોકો આરામથી પ્લેન ઉડાવીને જાય છે...આ ગામમાં પ્લેન રીપેર કરવા માટે હેંગર પણ લગાવ્યા છે.
રસ્તાના નામ પણ એરક્રાફ્ટ પરથી અપાયા છે!
અહીં એવું એટલા માટે છે કારણ કે આ એક ફ્લાઈંગ કોમ્યુનિટી છે, જ્યાં શનિવારની સવારે બધા ભેગા થઈને સાથે લોકલ એરપોર્ટ સુધી જાય છે. પૂરા અમેરિકામાં આવા 610 એર પાર્ક છે જ્યાં ઘર ઘરમાં પ્લેન છે. આ ઘર અને એર પાર્ક બીજા વિશ્વ યુદ્ધ સમયે બનાવાયા હતા.અહીં મિલિટરીના રિટાયર્ડ પાયલટ રહે છે. 1946માં અમેરિકામાં કુલ 4 લાખ પાયલટ હતા જેણે એરપાર્કમાં રહેવાનું શરૂ કર્યું હતું.. પણ આપણે જે કેમરોન પાર્કની વાત કરી તે 1963માં બન્યું હતું. કેમરેન પાર્કમાં હાલ 125 જેટલા ઘર છે. અહીં સડકોના નામ પણ એરક્રાફ્ટના નામ પર રાખવામાં આવ્યા છે અને સ્ટ્રીટ સાઈન પણ એરફ્રેન્ડલી બનાવી છે.... પ્લેન ઉડે ત્યારે કોઈ દુર્ઘટના ના થાય તેના માટે અહીં કોઈ ઉંચાઈવાળી વસ્તુ પણ નથી રાખવામાં આવી... ટપાલ પેટીના બોક્સ પણ વિમાન આકારના જોવા મળે છે..