ભાજપનો પ્રચાર કરવા અનેક વખત ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે. હાલ પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદીને ભાજપનો લોકપ્રિય ચહેરો માનવામાં આવે છે. ત્યારે 2 દિવસના પ્રવાસ દરમિયાન જનસંપર્ક કરી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાની પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી
નિષ્ણાંતોના મતે પીએમ મોદીના અવાર-નવાર પ્રવાસોને કારણે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આજે સુરત ખાતે તેમણે રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પીએમનું અભિવાદન ઝીલ્યું હતું.
અમિત શાહ પણ આવશે ગુજરાતની મુલાકાતે
ત્યારે પ્રવાસે આવેલા પીએમ મોદી દિલ્હી પહોંચે તે પહેલા જ, બીજી વખતના ગુજરાત પ્રવાસની તારીખો જાહેર કરવામાં આવી છે. 11મી ઓક્ટોબરે જામકંડોરણા ખાતે આવવાના છે તેમજ 19મી ઓક્ટોબરના રોજ રાજકોટમાં તેઓ જનસંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ પણ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દિગ્ગજ નેતાઓના પ્રવાસ વધવાથી ભાજપનો ચૂંટણી પ્રચાર જોર-શોરથી થવા લાગ્યો છે.