ભાવનગર SOGના સમન્સ બાદ પણ હાજર ન થયા યુવરાજસિંહ ! ડમીકાંડ મામલે થવાની હતી પૂછપરછ, યુવરાજસિંહ પર લાગ્યો છે પૈસા લેવાનો આરોપ!


  • Published By :
  • Published Date : 2023-04-19 14:45:23

યુવરાજસિંહને ભાવનગર SOGએ પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. ડમી કાંડ મામલે યુવરાજસિંહની પૂછપરછ થવાની હતી. હાજર રહેવા માટે યુવરાજસિંહને બપોરના બાર વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ યુવરાજસિંહ પોલીસ સ્ટેશને પહોંચ્યા નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુવરાજસિંહને ધરપકડની બીક લાગી રહી છે? પોલીસ સમક્ષ રજૂ થાય તે પહેલા યુવરાજસિંહે ટ્વિટ કરી હતી. યુવરાજસિંહના પત્નીએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે તબિયત બગડવાને કારણે યુવરાજસિંહ હાજર થયા ન હતા. ઉપરાંત યુવરાજસિંહે એસઓજી સમક્ષ રજૂ થવા માટે  10 દિવસનો સમય માંગ્યો છે.  

યુવરાજસિંહની પત્નીએ કરેલું ટ્વીટ


યુવરાજસિંહ પર લાગ્યો હતો પૈસા લેવાનો આરોપ!

મહત્વનું છે કે ડમી કાંડ મામલે રોજે રોજ નવા વળાંકો આવી રહ્યા છે. ડમી ઉમેદવારો અંગે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 36 જેટલા આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે અને અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. 


કેમ યુવરાજસિંહ ન થયા હાજર? 

જ્યારથી આ વીડિયો સામે આવ્યો હતો ત્યારથી એવું માનવામાં આવતું હતું કે યુવરાજસિંહ વિરૂદ્ધ પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ ગઈકાલે ભાવનગર પોલીસે યુવરાજસિંહને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. હાજર રહેવા બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ બાર વાગ્યા બાદ પણ યુવરાજસિંહ હાજર રહ્યા ન હતા. એવા પણ સમાચાર મળ્યા હતા કે તેઓ ભાવનગર જ હાજર હતા. ત્યારે એવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું યુવરાજસિંહને શું ધરપકડનો ડર લાગી રહ્યો છે? યુવરાજસિંહ હાજર ન રહ્યા જે બાદ અનેક તર્ક વિતર્કો ઉભા થઈ રહ્યા છે.  ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે માત્ર 36 જેટલા આરોપીઓ જ આ કાંડમાં સામેલ હશે? સરકારે એ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ કે કેવી રીતે 11 વર્ષ સુધી આવા કૌભાંડો ચાલતા રહ્યા. સરકારને કેવી રીતે આ કાંડ મામલે 11 વર્ષ સુધી ખબર ન પડી? ક્યારે આ મામલે વધારે કાર્યવાહી કરવામાં આવશે તે એક પ્રશ્ન છે. પણ એ વાત સારી છે કે સરકારે સ્વીકાર્યું તો ખરું કે કૌભાંડો આચરવામાં આવ્યા છે.           




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.