સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ પણ અશોક ગેહલોત પોતાની વાત પર મક્કમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:25:44

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાની સાથે જ અનેક વિવાદો શરૂ થઈ ગયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ રાજસ્થાન સરકારમાં વિવાદ થવાને કારણે તેમણે પોતાનું નામ પાછું લઈ લીધું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવા ઈચ્છે છે પરંતુ ગેહલોતના સમર્થકવાળા ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ બધા વચ્ચે અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર અશોક ગેહલતે કહ્યું કે રાજસ્થાનમાં ચાલી રહેલી ઊથલ-પાથલ ઘરનો મામલો છે, ઈન્ટર્નલ પોલિટક્સમાં આવું બધું ચાલતું રહે. અશોક ગેહલોતની રણનીતિ જોતા એવું લાગી રહ્યું છે કે હાઈ કમાન્ડ પર પ્રેશર બનાવવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. સચિન પાયલને મુખ્યમંત્રી નહીં બનાવવા તેમજ રાજસ્થાનમાં તેમના સમર્થકોની સરકાર બને તેવું ઈચ્છી રહ્યા છે.


લોકો સામે એવો મેસેજ જાય છે કે હું મુખ્યમંત્રી પદ પર રહું

 સોનિયા ગાંધીની મુલાકાત માટે ગયેલા અશોક ગેહલોતે તેમને એવું કહ્યું કે, "જો હુઆ બહુત દુખદ હૈ, મૈં ભી બહુત આહત હું." સોનિયા ગાંધી સાથેની બેઠક બાદ અશોક ગેહલોતે કહ્યું હતું કે, સતત 50 વર્ષથી મને કોંગ્રેસે અનેક જવાબદારીઓ સોંપી છે તેમાં ઈંદિરા ગાંધી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો પણ સમાવેશ થઈ જાય છે. કોંગ્રેસે મારા પર વિશ્વાસ રાખી મને મોટી જવાબદારીઓ સોંપી હતી જેને મેં બખૂબી નિભાવી છે. 



અધ્યક્ષ બનવા નહીં ભરે ગેહલોત પોતાનું ફોર્મ


ગાંધી પરિવારના વિશ્વાસુ મનાતા અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે થયેલી મુલાકાત બાદ પોતાનું ફોર્મ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નહીં ભરે તેવી જાહેરાત કરી છે.

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?