યુરોપિયન સંસદે રશિયાને ‘આતંકવાદ ફેલાવતો દેશ’ જાહેર કર્યો, યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયને આવકાર્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-24 10:25:30

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ યાલી રહ્યું છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધ થવાને કારણે વિશ્વના તમામ દેશો બે ભાગોમાં વેચાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ બધા વચ્ચે યુરોપિયન સંસદે રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકે જાહેર કરી દીધો છે. યુરોપિન સંસદે આ માટે વોટિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાદ રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકેની ઘોષણા કરવામાં આવી હતી. 

યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયનું સમર્થન કર્યું 

રશિયાને આતંકવાદ સ્પોનસર દેશ તરીકેની જાહેરાત થતા યુક્રેનના રાષ્ટ્રપતિએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે હું યુરોપિયન સંસદ દ્વારા રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકે જાહેર કરવાના નિર્ણયનું સ્વાગત કરું છું. રશિયાને તમામ સ્તરે અલગ-અલગ કરી દેવું જોઈએ. અને યુક્રેન તેમજ દુનિયાભરમાં આતંકવાદ માટે તેમને જવાબદાર ગણાવવા જોઈએ.  


રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો છે - યુરોપિયન સંસદ 

યુરોપિયન સંસદ સભ્યોનું કહેવું છે કે યુક્રેનની નાગરિક વસતી પર રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો હતો. અને અત્યાચાર પણ ગુજાર્યું હતું. ઉપરાંત સભ્યોનું કહેવું છે કે મોસ્કોએ આંતરરાષ્ટ્રીય કાયદા વિરૂદ્ધ યુદ્ધ કર્યું છે ઉપરાંત નાગરિક બુનિયાદી ઢાંચાનો વિનાશ કર્યો છે અને માનવાધિકારીઓનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...