દેશના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી હવે અલગ થઈ ગયા છે. જો કે નવાઝ મોદીએ છુટાછેડા માટે ગૌતમ સિંઘાનિયા સમક્ષ મોટી શરત રાખી છે. તેમણે સિંઘાનિયાને કુલ પ્રોપર્ટીનો 75 ટકા હિસ્સો આપવાની માગ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમણે પુત્રી નિહારિકા અને નિશા માટે આ માગ કરી છે.
11,620 કરોડની છે પ્રોપર્ટી
મીડિયા રિપોર્ટ મુજબ ગૌતમ સિંઘાનિયાએ તેમની 11,620 કરોડ રૂપિયાની પ્રોપ્રટીમાંથી બે પુત્રી અને પત્ની માટે 75 ટકા હિસ્સો આપવા પર સંમતી દર્શાવી છે. જો કે તેમણે આ ફંડને ટ્રાન્સફર કરવા માટે એક ફેમિલી ટ્રસ્ટ બનાવવાની માગ કરી છે. સિંઘાનિયા આ ટ્રસ્ટમાં તેમની પરિવારની વેલ્થ અને એસેટ ટ્રાન્સફર કરશે. જો કે રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેમના મોત બાદ તેમના પરિવારના સભ્યોને પ્રોપર્ટીની વસીયત કરવાની મંજુરી આપવામાં આવે. પરંતું સિંઘાનિયાની આ માગ તેમની પત્ની નવાઝને મંજુર નથી.
13 નવેમ્બરે અલગ થવાની કરી હતી જાહેરાત
58 વર્ષના ગૌતમ સિંઘાનિયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની જાહેરાત કરી હતી. તેમણે એક ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે અમારી આ વર્ષની દિવાળી પહેલા જેવી નથી, એક કપલ તરીકે અમે 32 વર્ષ સાથે રહ્યા અને એકબીજાના મજબુત સાથી બની રહ્યા હતા. જો કે દિવાળીના દિવસે સિંઘાનિયાએ આપેલી ભવ્ય પાર્ટીમાં તેમની પત્ની કે પુત્રીઓ જોવા મળી નહોંતી.