અમદાવાદમાં રોગચાળો વકર્યો, માત્ર 12 દિવસમાં ટાઈફોઈડના 313 અને ડેન્ગ્યુના 246 કેસ


  • Published By :
  • Published Date : 2023-08-18 17:34:55

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ હવામાનમાં ઠંડક પ્રસરી છે, મિશ્ર હવામાનના કારણે મચ્છરોનો આતંક વધ્યો છે. અમદાવાદ શહેરમાં તો મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. ઓગસ્ટ મહિનાના બાર દિવસમાં જ શહેરમાં ઝાડા-ઊલટીના 481, કમળાના 76, ટાઈફોઈડના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા છે. ગોતા,ચાંદલોડીયા,થલતેજ ઉપરાંત બોડકદેવ વોર્ડમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ નોંધાતા આ તમામ વોર્ડ વિસ્તાર ડેન્ગ્યૂ માટેના હોટસ્પોટ બન્યા છે.


શહેરના વિસ્તારો કોલેરાની ઝપેટમાં


અમદાવાદના વટવા, લાંભા, રામોલ, અસારવા, ઈસનપુર સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા વકર્યો છે. ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના રોજના 40 કેસ નોંધાઈ રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે કોર્પોરેશનના આરોગ્ય તંત્રને રોગચાળો ડામવા સૂચના આપી છે. કારણ કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટ માસમાં નોંધાયેલા ઝાડા-ઊલટીના કેસ 50 ટકાથી વધુ છે. શહેરમાં સતત વાદળછાયા વાતાવરણની વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. શહેરમાં મેલેરિયાના 70 કેસ નોંધાયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના 5 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે.


પૂર્વ ઝોનમાં  ડેન્ગ્યુના 111 કેસ


અમદાવાદ શહેરમાં ઝોનવાઈઝ  ડેન્ગ્યુના કેસ જોઈએ તો મધ્ય ઝોનમાં ડેન્ગ્યુના 31 કેસ, પશ્ચિમ ઝોનમાં 79 કેસ, ઉત્તર ઝોનમાં ડેન્ગ્યુના 63 કેસ અને પૂર્વ ઝોનમાં 111 કેસ નોંધાયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યુના 96 કેસ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યુના 140 કેસ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ડેન્ગ્યુના 104 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના 624 કેસ નોંધાઈ ચૂક્યા છે.


પાણીજન્ય કેસોમાં પણ ચિંતાજનક વધારો 


અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળ્યો હતો. વરસાદે વિરામ લીધા બાદ પાણીજન્ય કેસ સામે આવી રહ્યા છે. જેમાં ઝાડા ઉલટીના 481, કમળાના 76, ટાઇફોઇડના 313 અને કોલેરાના 18 કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3333 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 72 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 952 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 17 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. 


લોહીની તપાસ માટે 49,916 સેમ્પલ લેવાયા 


અમદાવાદ શહેરના મચ્છરજન્ય કેસની સંખ્યા 300ને પાર પહોંચી છે. જેમાં સાદા મેલેરિયાના 70 કેસ, ઝેરી મેલેરીયાના 5, ડેન્ગ્યુના 243 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે. જ્યારે લોહીના તપાસ માટે 49,916 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ડેન્ગ્યુના સીરમના 2312 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?