ઓક્ટોબર અને નવેમ્બર એટલે દરીયાઈ પવનો વહે છે અને નવેમ્બરના અંત સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જાય છે. બેવડી ઋતુ હોવાના કારણે રોગચાળો આ સમયમાં વધારો ફેલાતો હોય છે ત્યારે અમદાવાદમાં શરદી, ઉધરસ, ડેન્ગ્યૂ, ઝાડા-ઉલ્ટી અને તાવના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગત પાંચ દિવસોમાં ઝાડા-ઉલ્ટીના 118 કેસ અને ડેન્ગ્યૂના 100થી વધુ કેસ નોંધાઈ ગયા છે.
ઝાડા-ઉલ્ટીના 118 કેસ અને ડેન્ગ્યૂના 100થી વધુ કેસ નોંધાયા
ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં ટાઈફોઈડના 90થી વધુ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલટીના 5 હજાર 700થી વધુ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે ચિકન ગુનિયાના કેસમાં પણ વધારો થયો છે. અત્યાર સુધીમાં ચિકનગુનિયાના 244 જેટલા કેસ નોંધાયા છે. આ સમયગાળાની અંદર પાણીથી રોગચાળો વધારે ફેલાતો હોય છે, જેથી રોગચાળાના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા પણ સતત પાણીના સેમ્પલની તપાસો કરી રહ્યા છે ત્યારે અમદાવાદીઓને બેવડી ઋતુમાં તબીયત સાચવવાની રહેશે.