ફિલ્મોમાં થઈ રાજકારણની એન્ટ્રી! મધ્યપ્રદેશ બાદ આ રાજ્યની સરકારે ફિલ્મને કરી ટેક્સ ફ્રી! આ ફિલ્મોનો નેતાઓએ કર્યો પ્રચાર!


  • Published By :
  • Published Date : 2023-05-09 12:25:01

ભારે વિવાદો વચ્ચે ધી કેરાલા સ્ટોરી શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો તરફ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલા દિવસે આ ફિલ્મે સારૂ ઓપનિંગ કર્યું હતું. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા આ ફિલ્મમાં રાજકારણ ઘૂસી ગયું હતું. અનેક રાજ્યો દ્વારા તેમજ અનેક નેતાઓ દ્વારા આ ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. ધી કેરાલા સ્ટોરીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત મધ્યપ્રદેશ દ્વારા આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે જ્યારે આ જ લાઈનમાં ઉત્તરપ્રદેશ સરકાર પણ છે. યોગી સરકાર દ્વારા પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી શકે છે. તે ઉપરાંત ગુજરાતના જૂનાગઢના સાંસદે પણ આ ફિલ્મને લઈ જાહેરાત કરી છે. જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય સંજય કોરડિયા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાએ ફિલ્મ મહિલાઓ અને દીકરીઓને વિનામૂલ્યે બતાવવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન 11 મેના રોજ કરવામાં આવ્યું છે.  


ભાજપના નેતાઓ કરી રહ્યા છે ફિલ્મનો પ્રચાર! 

અનેક એવી ફિલ્મો છે જેને લઈ વિવાદ સર્જાતો હોય છે. થોડા સમય પહેલા કાશ્મીર ફિલ્મને લઈ વિવાદ છેડાયો હતો ત્યારે હવે ધ કેરલા સ્ટોરી ફિલ્મને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો બીજા રાજ્યોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. ફિલ્મને રીલીઝ થયા પછી લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. દેશમાં ભાજપના નેતાઓ, હિંદુવાદી સંગઠનો અને અન્ય કેટલીક સંસ્થાઓ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ માટે મફતમાં શો જોવાની વ્યવસ્થા કરાવી રહી છે. આવું જ આયોજન જુનાગઢના સાંસદ અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે. આના પહેલા મહેમદાવાદના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે, વિશ્વ હિંદુ પરિષદે તથા વાસણા વિસ્તારના સનાતન સેવા મિત્ર મંડળે આવા શોનું આયોજન કર્યું હતું. 


આની પહેલા પણ આ ફિલ્મને લઈ નેતા દ્વારા કરવામાં આવ્યું છે પ્રમોશન!  

આ પહેલી વાર નથી બની રહ્યું કે ભાજપના નેતાઓ આવી કોઈ ફિલ્મને પ્રમોટ કરી રહ્યા હોય. આની પહેલા પણ ધ કાશ્મીર ફાઇલ્સને પણ આવી રીતે અલગ અલગ જગ્યાઓ પર ફ્રીમાં બતાવવામાં આવી હતી અને હવે ફરી ધ કેરાલા સ્ટોરી આવી રીતે બતાવવમાં આવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ અલગ અલગ રાજ્યોમાં બીજેપી લીડર દ્વારા ફ્રી કરવામાં આવે છે  


આ ફિલ્મોને લઈ સર્જાયો હતો વિવાદ! 

કહેવાય છે કે ફિલ્મો એ આપણા સમાજનો અરીસો છે અને આપણે મોટાં ભાગે ત્યાંથી ઘણું બધુ શીખીએ છીએ. ધ કાશ્મીર ફાઇલ્સ પર રાજનીતિ થઈ હવે ધ કેરલા સ્ટોરી પર થઈ રહી છે પણ ભારતમાં ફિલ્મ તથા રાજકારણનો વિવાદ નવો નથી. ઘણીવાર ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તો ઘણી વાર તેને પ્રમોટ કરવામાં આવે છે. ભારતમાં પહેલી વાર રાજકીય કારણોસર જો કોઈ ફિલ્મ બેન થઈ હોય તો તે 'ગોકુલ શંકર' હતી. 1963માં બનેલી આ ફિલ્મમાં મહાત્મા ગાંધી તથા નથુરામ ગોડસેની વાત હતી. ત્યારબાદ ભારત-પાકિસ્તાનના ભાગલા પર બનેલી બલરાજ સાહનીની ફિલ્મ 'ગરમ હવા' પર 1973માં બેન મૂકવામાં આવ્યો હતો.1977 પછી અનેક સરકારોએ અથવા વડાપ્રધાને સેન્સરમાં ફસાયેલી ફિલ્મને રિલીઝ કરવાની ભલામણ કરી હતી. જોકે,કાશ્મીર ફાઇલ્સ જ્યારે આવ્યું ત્યારે 75 વર્ષમાં પહેલી વાર એવું થયું કે દેશના વડાપ્રધાન એક ફિલ્મના પ્રચારમાં સામે આવ્યા હોય.'


કઈ ફિલ્મોને કરાઈ હતી બેન!

આ ફિલ્મમાં એક મુસ્લિમ પરિવારની વાત કરવામાં આવી હતી અને પછી વિવાદ શરૂ થયો હતો. ઈન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી તે દરમિયાન 1975માં ગુલઝારની ફિલ્મ 'આંધી' પર બૅન મૂકવામાં આવ્યો હતો. જોકે, 1977માં જનતા પાર્ટી સત્તામાં આવી તો તેમણે માત્ર બેન જ ના હટાવ્યો, પરંતુ ફિલ્મને પ્રમોટ પણ કરી હતી. પક્ષો ફિલ્મને આટલું પ્રમોટ કરે છે તેના પાછળ પણ એક તથ્ય છે. એક મીડિયા અહેવાલ મુજબ ફિલ્મ લોકોની રાજકીય વિચારધારા પર અસર કરે છે.કઈ રીતે તો થોડા વર્ષો પહેલા  2012માં અમેરિકામાં ફિલ્મ 'આર્ગો' તથા 'ઝીરો ડાર્ક થર્ટી' પર રિસર્ચ કરવામાં આવ્યું હતું અને તેના પરિણામો પરથી ખ્યાલ આવ્યો કે ફિલ્મ જોયા પહેલાં 25% લોકોને લાગતું હતું કે તેમની સરકાર પોતાના દેશને યોગ્ય દિશામાં લઈ જઈ રહી છે. ફિલ્મ જોયા બાદ આ આંકડો વધીને 28% થયો હતો.


ફિલ્મનો ઉપયોગ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે!

એટલે સ્પષ્ટ છે કે સિનેમા માત્ર સમાજની અસલિયત જ નથી બતાવતું, પરંતુ લોકોના વિચારો પર પણ અસર કરે છે. આથી જ દુનિયાભરની સરકારો પોતાના એજન્ડાને આગળ વધારવા માટે ફિલ્મનો ઉપયોગ કરે છે. ત્યારે આ ફિલ્મનો ઉપયોગ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મના ક્રૂ મેમ્બર્સને ધમકી મળી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.