સોની સબ પર આવતી લોકપ્રિય બનેલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી એક વખત દયાભાભી દેખાઈ શકે છે. કોમેડી તેમજ ફેમિલી શો તરીકે તારક મહેતાએ પોતાની જગ્યા દરેક ઘરમાં બનાવી દીધી છે. દુનિયાને ઉંઘા ચશ્મા પુસ્તકથી પ્રેરાઈને આ સિરિયલની શરૂઆત થઈ હતી. અનેક વર્ષોથી પોતાના ચાહકોને મનોરંજન પૂરૂ પાડવામાં આ સિરિયલ સફળ થી થઈ છે. પંરતુ 2015થી દયા ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીએ સિરિયલને અલવીદા કહીં દીધું હતું. ત્યારે હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે નવેમ્બર સુધીમાં દયાભાભીની વાપસી થઈ શકે છે.
થોડા સમયમાં થશે દયાભાભીની વાપસી
ગરબા તેમજ પોતાના અભિનયને કારણે દયાભાભીની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી. પરંતુ અંગત કારણોસર દયાભાભી (દિશા વાકાણી)એ સિરિયલને અલવિદા કહીં દીધું હતું. તે બાદ અનેક અભિનેતા તેમજ અભિનેત્રીઓ પણ શોની બહાર નીકળી ગયા હતા. અનેક વર્ષોથી ચાલતી આ સિરિયલમાં અનેક પાત્રો બદલાયા છે. સોનુ, ટપ્પુ, સોઢી, અંજલીભાભી સહિતના અનેક કલાકારોએ આ શો છોડી દીધો હતો. મહેતા સાહેબ તરીકે પ્રખ્યાત થયેલા શૈલેષ લોઢાએ પણ સિરિયલને અલવિદા કહી દીધું હતું. સિરિયલના મેકર્સે તેમનું રિપ્લેસ્મેન્ટ શોધી કાઢ્યું પરંતુ આટલા વર્ષોથી તેઓ દયાભાભી (દિશા વાકાણી)નું રિપ્લેસ્મેન્ટ શોધી શક્યા ન હતા. મળતી માહિતી મુજબ પ્રોડક્શન ટીમની તેમની સાથે વાતચીત થઈ રહી છે. અને તેઓ ટૂંક સમયમાં જ, શોમાં પરત ફરવાના છે તેવું કહેવામાં આવી રહ્યું છે. દયાભાભીની એન્ટ્રી થતા શોમાં હે મા માતાજી, એ હાલો સાંભળવા મળશે. ઉપરાંત અમદાવાદીના ગરબા પણ જોવા મળશે.