ચૂંટણી પહેલા થઈ ચવાણા રાજનીતિની એન્ટ્રી! ખેડામાં ક્ષત્રિય મહિલાઓએ કેમ ચવાણાના પેકેટ ફેક્યા?, આ પેકેટ BJP તરફથી આવ્યા હતા? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-05-06 18:05:31

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે. પણ એ પહેલા રાજકોટ જેને અત્યારે રાજનીતિનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે તેની પર બધાની નજર છે.. આ બેઠક પર કયાં કેટલું મતદાન થાય છે અને મતદાન સમયે શું થાય છે તેના પર નજર રહેવાની છે. પણ એ પહેલા ગુજરાતમાં  'ચવાણા' પર રાજનીતિ શરૂ થઈ છે. એક વીડિયો, એક ફોટો  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.    

એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મહિલાઓ કહી રહી છે... 

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી. કોઈ ભાજપના નેતાએ અમારા ઘરનો ઉંબરો ચઢવો નહીં. તમારો અને અમારો સંબંધ લાખ રૂપિયાનો હશે તો પણ અમે ભાજપ વિરુદ્ધ સંબંધ બગાડી નાખીશું.   


લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવે છે

લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ ગઈકાલ સાંજથી શાંત થઈ ગયો છે અને જ્યારે પ્રચારની વાત હોય ત્યારે સૌથી પહેલા મગજમાં ચવાણું આવે છે આમતો  મતદારોને આકર્ષવા માટે વિવિધ વાયદાઓ આપવા ઉપરાંત નાસ્તાના પેકેટો પણ રાજકીય પક્ષો દ્વારા ઘરે-ઘરે વહેચવામાં આવ્યા છે. પણ આ વિડીયોમાં ક્ષત્રાણીયો સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે 'અમારા ઘરે કોઈ ભાજપ નેતાએ ચવાણું આપવા માટે આવવું નહીં.' 


વીડિયોને લઈ આપવામાં આવી પ્રતિક્રિયા!

તો હવે ક્ષત્રિયો કાલે કઈ તરફનું મતદાન કરે છે તેના પર બધાની નજર રહેવાની છે. વીડિયો વાયરલ થયા બાદ પ્રતિક્રિયા પણ સામે આવી છે. એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે દેવુસિંહ દ્વારા આવા કોઈ ચવાણાના પેકેટનું વિતરણ નથી કરવામાં આવ્યું..   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.