રાજ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરમાં ગરબડ થતી હતી તે તો સર્વવિદિત પણ આજે ધોરણ 12ની આર્ટસ અને કોમર્સની બોર્ડની પરીક્ષામાં પણ મોટો ગોટાળો સામે આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે અંગ્રેજી ભાષાના પેપરમાં વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રશ્ન જ પૂછવામાં આવ્યો ન હતો. આ કારણે ઘણા વિદ્યાર્થીઓને 6 માર્કસનું નુકસાન થયું છે.

બોર્ડે શું ભાંગરો વાળ્યો?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે તારીખ 21-03-2023, મંગળવારના રોજ અંગ્રેજી 013ના સામાન્ય પ્રવાહમાં પ્રશ્રમાં 61માં પ્રશ્નમાં સ્પિચની અથવામાં અરજી પૂછવાની હોય છે તે પુછવામાં આવેલ નથી. હવે બોર્ડની આ ભૂલના કારણે લાખો વિદ્યાર્થીઓને 6 માર્કસનું નુકસાન થયું છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ માત્ર વૈકલ્પિક પ્રશ્ન અરજી (એપ્લિકેશન)ની જ તૈયારી કરી હતી. પણ આ વિકલ્પ જ ન રહેતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. જો કે આ અંગે વિધાર્થીઓને ન્યાય આપવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ યોગ્ય રજૂઆત કરી છે.

બોર્ડ પોતાનો જ નિયમ ભૂલી ગયું
પરીક્ષા અંગે સરકારના પરિપત્રમાં પણ સ્પિચ (ભાષણ)ના વિકલ્પ તરીકે અરજી (એપ્લિકેશન)નો પ્રશ્ન રાખવાનું ફરજીયાતપણે જણાવવામાં આવ્યું છે. તેમ છતાં બોર્ડ પોતાના જ બનાવેલા નિયમો ભૂલી ગયું છે.